તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની વેક્સિન આપવાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરતા એક લાભાર્થીને એકથી દોઢ કલાકનો સમય લાગે છે. જ્યારે કોરોનાની વેક્સિનની કોલ્ડ ચેઇન જળવાય રહે તે માટે વેક્સીન કેરીયરમાં 2થી 8 ડીગ્રીનું તાપમાન જળવાય તેની કાળજી પણ રખાઈ છે. લાભાર્થીને મોબાઇલ ઉપર કઇ તારીખે, કેટલા કલાકે, કયા સ્થળે, કયા સમયે વેક્સિન લેવા જવાનું તેનો મેસેજ મોકલાશે. મેસેજના આધારે લાભાર્થી આવે ત્યારે આઇડી પ્રુફ ચેક કર્યા બાદ યાદીમાં તેના નામ સામે ટીક કરીને હાથ સેનેટાઇઝર કર્યા બાદ વેઇટીંગ રૂમમાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ બીજા રૂમમાં લાભાર્થીના આઇડીની સાથે ખરાઇ કર્યા બાદ કોવીન સોફ્ટવેરમાં નામ, ઉંમર, સરનામું, જેન્ડર સહિતની ખરાઇ કર્યા બાદ નોંધણી કરી છે. ત્યાબાદ વેક્સીન લેવા ત્રીજા રૂમમાં જાય ત્યાં પુન: આઇડીની સાથે વેરીફાય કર્યા બાદ વેક્સીન આપ્યા બાદ ઓબ્જર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી લાભાર્થીને રાખવામાં આવે છે. જો તેને કોઇ રિએક્શન આવે તો એવીલ, ડેક્ઝોના, હાઇડ્રોકોટીઝોન તથા એન્ડ્રીનાલીન ઇન્જેક્શન સહિતની દવા રાખી છે. જોકે કોઇ દર્દીને રિએક્શન આવ્યુ નહી. જોકે રિએક્શન 10 લાખે એક દર્દીને આવે છે.
ઇજા થયેલી વ્યક્તિ, ડાયાબિટીસવાળી અને બ્લડપ્રેશરવાળી વ્યક્તિ પણ વેક્સિન લઇ શકશે
કોરોનાની વેક્સિન લેનાર લાભાર્થીનું ડાયાબિટીસ કે બ્લડપ્રેશર ચેક કરવા અંગે પુછતા ડો.એન.પી.જાનીએ જણાવ્યું છે કે વેક્સિનને ડાયાબિટીશ, બ્લડપ્રેશર ચેકઅપ કરાશે નહી. જોકે ઇજાવાળી, બ્લડપ્રેશરવાળી અને ડાયાબિટીશવાળી વ્યક્તિ પણ લઇ શકશે. જોકે કોઇ લાભાર્થીને કોઇ તકલીફ હોય તો તેની તપાસ કર્યા બાદ વેક્સિન આપવામાં આવશે.
ટ્રાયલ રનમાં 225 કર્મીને વેક્સિન આપવામાં આવી
જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારના 9 સ્થળોએ યોજાયેલી ટ્રાયલ રનમાં 225 કર્મચારીઓને વેક્સિન આપી હતી. વેક્સિનેશન માટે મંગળવારે મનપા અને ગ્રામ્ય વિસ્તારના 9 સ્થળોએ ટ્રાયલ રન યોજાયો હતો.
વેક્સિનમાં કોલ્ડ ચેઇન જળવાય તે માટે ILR ડીપ ફ્રીજની વ્યવસ્થા રાખવામાં આવી છે
વેક્સિનમાં કોલ્ડ ચેઇન જળવાય તે માટે દરેક પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં આઇએલઆર ડીપ ફ્રીજની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે સબ સેન્ટરમાં વેક્સિનને લઇ જતી વખતે વેક્સીન કેરીયરમાં આઇસપેક મુકીને ટેમ્પેચર 2થી 8 ડીગ્રી જળવાય તેની પણ કાળજી રાખવામાં આવી હતી. તેમજ તેને એક સ્થળેથી અન્ય સ્થળ પર લઈ જવા માટે પણ કાળજીપૂર્વકની વ્યવસ્થા કરાઈ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.