નિર્ણય:પક્ષોની સભા કે રેલીમાં વીડિયોગ્રાફી કરવી જરૂરી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખર્ચ નિયંત્રણ સેલની બેઠકમાં સૂચના

વિધાનસભાની ચુંટણીના પ્રચાર-પ્રસાર દરમિયાન ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ માટે સભા કે રેલીની શરૂઆતથી અંત સુધીની વિડિયોગ્રાફી કરવાની રહેશે. જેમાં શું શું વ્યવસ્થા કરવામાં આવી છે સહિતની બાબતોનો ઉલ્લેખ કરવાની સુચના ખર્ચ નિયંત્રણ સેલની બેઠકમાં આપી છે.

જિલ્લા તંત્ર દ્વારા રાજકીય પક્ષોના ઉમેદવારોના ખર્ચ નિયંત્રણ મામલે શું શું અને કેવા કેવા પ્રકારની તકેદારી રાખવી તેની સુચના આપવામાં આવી હતી. જેમાં ખર્ચ નિયંત્રણ ટીમ દ્વારા જિલ્લાની પાંચેય બેઠકોના ઉમેદવારો દ્વારા જો રેલી કે સભા કરવામાં આવે તો તેનું સંપુર્ણ વિડિયોગ્રાફી કરવામાં આવે જ છે.

ઉપરાંત તેમાં હવે રાજકીય પાર્ટી કે ઉમેદવાર દ્વારા સભા કે રેલી માટે શું શું આયોજન કરવામાં આવ્યું છે સહિતની વિગતોનો ઉલ્લેખ ચાલુ વિડિયોગ્રાફીમાં લાઇવે કોમેન્ટ્રીની જેમ કરવાનો રહેશે. ઉપરાંત રેલી કે સભામાં ચાલુ હોય તે દરમિયાન રાજકીય પક્ષોના કયા કયા મોટા લીડરો આવ્યા, કોણ કોણ આવ્યું સહિતની જાણકારી વિડિયોગ્રાફીમાં જ કોમેન્ટરીની જેમ આપવાની સુચના ખર્ચ નિયંત્રણ ટીમની બેઠકમાં આપી હતી. ઉપરાંત સભામાં રાજકીય પક્ષના હોય તો તેના ધ્વજ, સ્કાફ, ટોપી, સ્ટીકર, પોસ્ટર, બેનર, ખેસ, સાફો સહિતની શું શું વસ્તુઓ લાવવામાં આવી છે. તેનો પણ લાઇવ વિડિયોગ્રાફીમાં કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...