તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ધો-12માં માસ પ્રમોશનથી ઇજનેરી, ફાર્મસી લાઇનમાં પ્રવેશ મેળવવો કપરો

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડ, ગુજસેટના ટકાના આધારે પ્રવેશની છાત્રોની અપેક્ષા પર પાણી ફળ્યું

ધોરણ-12ની બોર્ડ પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. આથી બોર્ડ અને ગુજસેટના ટકાના આધારે મનપસંદ ઇજનેરી અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ લેવાની વિદ્યાર્થીઓની અપેક્ષા ઉપર પાણી ફળી વળ્યું છે. આથી માસ પ્રમોશનથી હોંશિયાર વિદ્યાર્થીઓમાં અન્યાયનો સૂર ઉઠ્યો છે.

ધોરણ-12ની બોર્ડ પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપ્યું છે. ધોરણ-12ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને પગલે હોંશિયાર વિદ્યાર્થીઓની અપેક્ષાઓ ઉપર પાણી ફળી વળતા રોષ ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓને ઇજનેરી અને ફાર્મસી લાઇનમાં મનપસંદ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે હોંશિયાર વિદ્યાર્થીઓને અન્યાય તેમ શિક્ષણ વિદોએ જણાવ્યું છે. આથી મેડિકલમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને અન્યાય થશે નહી. પરંતું એ ગૃપવાળા વિદ્યાર્થીઓને મનપસંદ ઇજનેરી કોલેજમાં પ્રવેશ ન મળે તેવી ચિંતા કોરી ખાય છે.

ઇજનેરી કોલેજમાં 50-50% સીટો ભરાય છે
ઇજનેરી લાઇનમાં પ્રવેશ માટે જેઇઇની પરીક્ષા પાસ 50 ટકા વિદ્યાર્થીઓની અને 50 ટકા શિક્ષણ બોર્ડ અને ગુજસેટના ટકાના આધારે ભરતી કરાય છે. આથી જે વિદ્યાર્થીઓએ ગુજસેટ અને બોર્ડના ટકાના આધારે મનપસંદ ઇજનેરી કોલેજમાં પ્રવેશની આશા ઉપર પાણી ફળી વળ્યું છે. કેમ કે આવા વિદ્યાર્થીઓએ જેઇઇની પરીક્ષાના ફોર્મ ભર્યા નથી.

ધો-12 સાયન્સના બી ગ્રુપના હોશિયાર છાત્રોને મનપસંદ ફાર્મસી કોલેજમાં પ્રવેશ નહીં મળે
ધોરણ-12 સાયન્સના બી ગૃપના હોંશિયાર વિદ્યાર્થીઓ જેઓને ફાર્મસી લાઇનમાં જ કારકિર્દી બનાવવી છે તેવા વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનથી મનપસંદ ફાર્મસી કોલેજમાં એડમિશન ન મળે તેવી ચિંતા નિરાશા સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...