તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસ્તવિકતા:દસક્રોઈ તાલુકામાં આઇસોલેશન સેન્ટર ખૂલ્યાં પરંતુ દર્દીઓ આવતા જ નથી

વહેલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કણભા ગામમાં હોમ આઇસોલેશનની સુવિધા હોવાથી લોકો સેન્ટરમાં સારવાર માટે જતા નથી. - Divya Bhaskar
કણભા ગામમાં હોમ આઇસોલેશનની સુવિધા હોવાથી લોકો સેન્ટરમાં સારવાર માટે જતા નથી.
  • ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ ’ અભિયાનની આ છે વાસ્તવિકતા
  • કણભા,વીસલપુર,નાદેજમાં લોકો ઘરમાં આઇસોલેશન થાય છે : કુહામાં એક પણ દર્દી સેન્ટર આવવા તૈયાર નથી

ગામડાઓને કોરોનાથી ઉગારવા રાજ્ય સરકારે ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ ’અભિયાન શરૂ કર્યું પરંતુ દસક્રોઈ તાલુકામાં ગ્રામીણ નાગરિકો સુવિધાનો ઓછો લાભ લઇ રહ્યા છે.તે પાછળનું કારણ કેસમાં થયેલો ઘટાડો,અને ઘરમાં આઇસોલેશનની સગવડ હોવાથી સેન્ટરમાં જતા નથી.

‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અંતર્ગત દસક્રોઈ ગામોમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે .પરંતુ મોટાભાગના ગામોમાં ઓક્સિજન બોટલની સુવિધા વગર શરૂ કરવામાં આવ્યા છે.સૌથી મહત્વ પૂર્ણ બાબતએ ધ્યાનમાં આવી કે મોટાભાગના ગામોના આઇસોલેશન સેન્ટરમાં કોઈ પોઝીટીવ કેસ ના દર્દી તેમાં આવતાજ નથી ઘેર રહેવાનું પસંદ કરે છે. તો અમુક ગામડાઓમાં પીએચસી માંથી સ્પષ્ટ સૂચના અપાઈ છે કે ઓક્સિજન લેવલ 90 થી ઓછું હોય તો આઇસોલેશન સેન્ટરમાં આવવું નહિ તેવા દર્દીઓએ સ્થિતિ ગંભીર બને તે પૂર્વે સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં જતું રહેવું.

આ અંગે વહેલાલ, ભાત, વીસલપુર, કણભા,નાદેજ જેવા ગામોમાં વાસ્તવિક સ્થિતિ તપાસતા ધ્યાનમાં આવ્યું કે જ્યારે કેસ ઘટી રહયા છે ગામોમાં કેસજ નથી ત્યારે આઇસોલેશન સેન્ટર શરૂ કરવામા આવતા દર્દીઓ તેમાં રહેવા આવતા નથી અને સેન્ટરો સુમસામ જોવા મળે છે.સેન્ટરમાં પીએસીસી ના ડોકટર,આશાવર્કરો ,સ્ટાફ આઇસોલેશન સેન્ટરની મુલાકાતે આવે છે પરંતુ દર્દીઓ હોતા નથી.આથી આરોગ્ય કર્મીઓએ હાલ ઘેર ઘેર આઇસોલેટ થયેલ દર્દીઓને તપાસવા જવું પડે છે.

કુહા ગામના મહિલા સરપંચ હીનાબેન પટેલના પતિ આઇસોલેશન સેન્ટરમાં ગ્રામજનો આવતા થાય તેઓ એકલના પડે તે માટે તેઓ સ્વયં સુવા તૈયાર થયા આમ છતાં 15 બેડની સુવિધા ઉભી કરેલ આઇસોલેશન સેન્ટરમાં કોઈ આવવા તૈયાર નથી.જોકે હાલ ગામમાં પાંચેક કેસ છે તેમજ તેઓના ઘેર આઈસોલેશન સુવિધા હોવાથી આવતા નથી.

એક માત્ર વહેલાલ ગામના કોલેજમાં શરૂ કરવામાં આવેલ દસબેડ ના સેન્ટરમાં ચાર દર્દીઓ દાખલ થયેલા જોવા મળ્યા.જ્યાં દર્દીએ ઓશીકું,ચાદર,ટિફિન ઘેરથી લાવવાનું છે.પીએચસી સ્ટાફ સારવાર આપે છે.શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સેન્ટરની મુલાકાત લઇ સૂચનો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...