તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:ડભોડામાં દર્દીઓને નીચે સૂવડાવાતાં આઇસોલેશન સેન્ટર સાવ ખાલીખમ

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડભોડાના ઓઇસોલેશન સેન્ટરમાં જમીન ઉપર ગાદલા પાથરી દેવાતા દર્દીઓ આવતા નથી અને સેન્ટર સાવ ખાલીખમ જોવા મળી રહ્યુ છે. - Divya Bhaskar
ડભોડાના ઓઇસોલેશન સેન્ટરમાં જમીન ઉપર ગાદલા પાથરી દેવાતા દર્દીઓ આવતા નથી અને સેન્ટર સાવ ખાલીખમ જોવા મળી રહ્યુ છે.
 • પલંગ કે ખાટલા ન હોવાના કારણે જમીન પર ગાદલાં પાથરી દેવામાં આવ્યાં
 • ‘આના કરતા તો અમે અમારા ઘરમાં ખાટલા ઉપર સૂઇને સારી રીતે રહીએ છીએ’ : દર્દીઓની વેદના , તંત્ર તરફથી મળતી સારવાર સામે ભારે આક્રોશ

જમીન ઉપર ગાદલામાં સુવુ આના કરતા અમે અમારા ઘરમાં ખાટલા ઉપર સૂઇને સારી રીતે રહીએ છીએ તેમ ડભોડા ગામના કોરોના સંક્રમિત દર્દીઓએ આઇસોલેશન સેન્ટરમાં જમીન ઉપર પાથરેલા ગાદલા જોઇને કહ્યું હતું. આથી ડભોડામાં ઉભા કરાયેલા આઇસોલેશન સેન્ટર હાલમાં દર્દીઓ વિના સાવ ખાલીખમ રહે છે.

જિલ્લાના ડભોડા ગામમાં આઇશોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ પલંગ કે ખાટલા નહી હોવાથી જમીન ઉપર ગાદલા પાથરી દેવામાં આવ્યા છે. ઉપરાંત 100 જેટલા દર્દીઓને રાખવાની કેપેસીટીવાળું આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જોકે આઇશોલેસન સેન્ટરમાં દર્દીઓને આવવા માટે કોરોનાગ્રસ્ત દર્દીઓના સગાઓને જાણ કરી હતી. આથી દર્દીઓને લઇને સગાઓ આઇસોલેશન સેન્ટરમાં આવ્યા હતા.

પરંતુ જમીન ઉપર ગાદલા પાથરેલા જોઇને દર્દીઓએ જણાવ્યું કે અમે જમીન ઉપર સૂઇ જવા માટે સેન્ટરમાં આવીએ નહી. તેના કરતા અમે અમારા ઘરે ખાટલામાં સૂઇને સારી રીતે સારવાર લઇએ તેમ કહ્યું હતું. આથી ડભોડામાં ઉભા કરાયેલા આઇસોલેશન સેન્ટર દર્દીઓ વિના ખાલીખમ રહેવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનના ગામમાં આઇસોલેશન સેન્ટરની આવી વ્યવસ્થાથી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં આવી રીતે જમીન ઉપર ગાદલા પાથરીને ઉભા કરાયેલા આઇશોલેસન સેન્ટર કેટલા સફળ થશે તે તો આગામી સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો