તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રાજ્યના 14 જિલ્લાના 54 તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ સુવિધા વધારાઈ, સોનગઢમાં 13 મોટા ચેકડેમને મંજૂરી અપાઈ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા સોનગઢમાં નવા ચેકડેમ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
રાજ્ય સરકાર દ્વારા સોનગઢમાં નવા ચેકડેમ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. (ફાઈલ તસવીર)
  • સોનગઢ તાલુકા ના 11 ગામોના 500 આદિજાતિ પરિવારોની 900 એકર જમીનને સિંચાઇ-પાણીનો લાભ મળશે

રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈની સુવિધાઓ વધારવામાં આવી રહી છે. આદિજાતિ વિસ્તારના વિકાસને લઈને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના 14 જિલ્લાઓના 54 તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસતા વનબંધુઓને સિંચાઇના પાણી તથા જળ સમૃદ્ધિ આપવાની નિર્ણાયકતા સાથે ચાર વર્ષમાં નાની-મોટી સિંચાઇ યોજનાના વિવિધ 1641 કામો દ્વારા કુલ 4 લાખ 24 હજાર 507 એકર જમીનમાં સિંચાઇ સવલતો પૂરી પાડી છે . સાથે જ સોનગઢ તાલુકામાં 13 મોટા ચેકડેમને મંજૂરી અપાઈ છે. જેથી 11 ગામોની 900 એકર જમીનને સિંચાઈનો લાભ મળશે.

ચાર વર્ષમાં અનેક યોજનાઓ અમલમાં લવાઈ
રાજ્યના 14 જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર તેમજ ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડના પ૪ તાલુકાઓના આદિજાતિ વિસ્તારો મોટા ભાગે ઊંચાઇવાળા લેવલે કે ડુંગરાળ વિસ્તારમાં વસેલા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ વિસ્તારોમાં સિંચાઇના પાણી માટેની સમસ્યાનો નિવેડો લાવી વનબંધુઓને સિંચાઇ માટે પાણી અને જળસમૃદ્ધિ આપવાના સંવેદનશીલ અભિગમથી 2016થી 2020ના ચાર વર્ષ દરમ્યાન નાની સિંચાઇ યોજનાઓ, હાઇ લેવલ કેનાલ, નાના-મોટા ચેકડેમો, લિફટ ઇરિગેશન સ્કીમ તથા ઉદવહન સિંચાઇ યોજનાઓના કામો મોટા પાયે હાથ ધરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કર્યા છે. 234 નાની-મોટી સિંચાઇ યોજનાઓ, 432 નાના-મોટા ચેકડેમ તેમજ 617 અનુશ્રવણ તળાવો દ્વારા વનબંધુ વિસ્તારોની 4,24,507 એકર જમીનને સિંચાઇ લાભ પહોચાડવામાં આવી રહ્યો છે.

સિંચાઈ માટે જંગી બજેટ
ડુંગરાળ અને દુર્ગમ તથા વિષમ સ્થિતી વાળા વિસ્તારોમાં સિંચાઇ પાણી સુવિધા માટે રૂ. 3796 કરોડની વિવિધ 10 ઉદવહન સિંચાઇ યોજનાઓના કામોને પણ મંજૂરી આપેલી છે.આ યોજનાઓના કામો હાલ વિવિધ સ્તરે પ્રગતિ હેઠળ છે. આ કામો પૂર્ણ થવાથી મહિસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લાના 21 તાલુકાના 590 ગામોમાં સિંચાઇ સવલતો મળતી થઇ જશે.
મુખ્યમંત્રીએ ડુંગરાળ અને વિષમ ભૌગોલિક સ્થિતી ધરાવતા દુર્ગમ આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ સુવિધા માટે 2020-21ના વર્ષમાં રૂ. 1142.23 કરોડની બજેટ જોગવાઇઓ કરેલી છે.

ભૌગોલિક સ્થિતિ પ્રમાણે સિંચાઈની સુવિધાનો અભાવ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વનબંધુ વિસ્તારમાં સિંચાઇ, પાણી સુવિધા માટે દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીના સોનગઢ તાલુકાના 13 મોટા ચેકડેમ નિર્માણ માટે 14.32 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સોનગઢ તાલુકામાં એવરેજ 1300 મી.મી. વરસાદ વરસતો હોય છે. ઉકાઈ જળાશય જેવી મોટી યોજના પણ આ તાલુકામાં હોવા છતા ભૌગોલિક પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે સોનગઢના ગામોમાં પૂરતું પાણી સિંચાઈ માટે મળી શકતું નથી.

ચેકડેમથી બારે માસ પાણી મળી શકશે
આ તાલુકામાં વિસ્તાર ડુંગરાળ હોવાથી વરસાદી જળ નદીમાં વહી જાય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ આ સમસ્યાના નિવારણમાં તાપી-સોનગઢના ખેડૂતો આગેવાનોએ કરેલી રજૂઆતનો પ્રતિસાદ આપતાં તેમણે આ યોજના મંજૂર કરી છે. વિજયભાઈ રૂપાણીએ મંજૂર કરેલી આ યોજના હવે સોનગઢ તાલુકામાંથી પસાર થતી નદીઓ અને સ્થાનિક કોતરો ઉપર ચેકડેમ બાંધીને આદિજાતિ ખેડૂતોને સિંચાઈ માટે સરળતાથી પાણી બારેય માસ મળતું થશે.

900 એકર જમીનને ફાયદો થશે
સોનગઢ તાલુકાની રંગાવલી, ગીરા, ઝાંપરી, અંજના, ધોદાવલી, છાપડી નદીઓ તેમજ મોટા કોતરો પર જુદા જુદા સ્થળોએ 13 મોટા ચેકડેમ નિર્માણના આયોજનને મંજૂરી આપી છે.આ 13 મોટા ચેકડેમ બનવાને પરિણામે સમગ્રતયા 38 લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે અને તેનો લાભ 11 ગામોના 500 આદિવાસી પરિવારો અને 900 એકર જમીન વિસ્તારને મળતો થશે. વિજયભાઈ રૂપાણીના આ આદિજાતિ કલ્યાણ અભિગમને પરિણામે વરસાદી પાણીનો આ ચેકડેમમાં સંગ્રહ થવાથી ભૂતળ જળસ્તર ઊંચા આવશે. એટલું જ નહીં, ખેડૂત ખાતેદારોની આવકમાં વધારો, ઉનાળામાં પણ પાક લેવાની સરળતા બેય મળશે. પશુ-પક્ષીઓ તથા માનવ વસ્તીને પીવાનું પાણી પણ પર્યાપ્ત માત્રામાં મળતું થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો