મુશ્કેલી:11 વર્ષથી મનપામાં સામેલ ધોળાકૂવામાં સફાઈ કામમાં અનિયમીતતાથી રોષ

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોળાકુવા ગામ ખાતે યોગ્ય સફાઈ થતી નથી અને બીજી તરફ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી વચ્ચે રસ્તાનું કામ શરૂ થતા મુશ્કેલીમાં વધારો થયો છે. - Divya Bhaskar
ધોળાકુવા ગામ ખાતે યોગ્ય સફાઈ થતી નથી અને બીજી તરફ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી વચ્ચે રસ્તાનું કામ શરૂ થતા મુશ્કેલીમાં વધારો થયો છે.
  • ગામના પ્રવેશના માર્ગથી લઈને ગામ ફરતે ઠેર-ઠેર કચરાના ઢગલા
  • મેટ્રો પ્રોજેક્ટથી વાહનોની સતત અવરજવર વચ્ચે રસ્તાની કામગીરી મુશ્કેલી સર્જાઈ

ગાંધીનગર કોર્પોરેશનની સ્થાપના સમયથી મનપામાં રહેલું ધોળાકુવા ગામ અનેક સમસ્યાઓની ઘેરાયેલું છે. 11-11 વર્ષથી મનપા સામેલ ધોળાકુવામાં અન્ય કામગીરી તો ઠીક સફાઈની કામગીરી પણ સરખી કરાતી નથી. ગામના પ્રવેશના માર્ગથી લઈને ગામને ફરતે ઠેર-ઠેર કચરાના ઢગલાં જોવા મળે છે. તંત્રને જ્યારે યાદ આવે ત્યારે અહીં થોડી સફાઈ કરીને સંતોષ માની લે છે.

શાહપુર સર્કલથી ગિફ્ટસિટી તરફ જતાં રસ્તા કેટલાક સ્થળે પાણી ભરાઈ રહેવાની અને તેમાં ગંદકીની સમસ્યાથી પણ લોકો પરેશાન છે. ત્યારે હવે મેટ્રોની કામગીરી અને આ બધા વચ્ચે રસ્તા પહોંળો કરવાની કરવાની કામગીરીએ વધુ મુશ્કેલી સર્જી દીધી છે. મેટ્રો પ્રોજેક્ટ માટે આ ગામને અડીને જ જગ્યા આપવામાં આવી છે. જેમાં વિશાળ બ્લોક તૈયાર કરીને લઈ જવામાં આવે છે. જેને પગલે ચ-0 સર્કલ તરફથી ગામમાં આવવા-જવા માટેનો સર્વિસ રોડ બંધ કરી દેવાયો છે.

ગામના મુખ્યમાર્ગ પર મોટાવાહનોની અવરજવર રહે છે. તેવામાં અહીં રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરી દેવાતા ગ્રામજનોની મુશ્કેલી વધી ગઈ છે. જોકે રોજનું કમાઈને રોજનું ખાનારા અને સામાન્ય નોકરીઓ કરતાં ગ્રામજનો આ મુદ્દે કોઈ રજૂઆત કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...