તપાસ:જિલ્લાની 278 બાંધકામ સાઇડની તપાસ કરતા 479 સ્થળોએ મચ્છરોના પોરા મળી આવતા નાશ કરાયો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામ સાઇટ ઉપર મચ્છરની ઉત્પત્તિના સ્થાનો શોધવા 300 ટીમો બનાવવામાં આવી હતી
  • 9635 સ્થળોએ પાણીનો ભરાવો જોવા મળતાં ડેન્ગ્યુ અને મેલેરીયાના મચ્છરોના લારવા છે કે નહીં તેની તપાસ કરી

વાહકજન્ય રોગચાળો વકરે નહી તે માટે જિલ્લા મેલેરીયા વિભાગે જિલ્લાની 278 બાંધકામ સાઇડની તપાસ કરતા 479 સ્થળોએ મચ્છરોના પોરા મળી આવતા તેનો નાશ કરાયો હતો. બાંધકામ સાઇટ ઉપર મચ્છરોના પોરાની તપાસની ડ્રાઇવમાં 300 ટીમો બનાવવામાં આવી હતી. બાંધકામ સાઇટ તેમજ આસપાસમાં ભરાયેલા વરસાદી પાણીમાં ઓઇલ નાંખવામાં આવ્યું હતું.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોની ઉત્પત્તિના સ્થાનો શોધીને તેનો નિકાલ કરીને વાહકજન્ય રોગચાળો વકરે તે પહેલાં નિયંત્રણ લાવવા જિલ્લા કલેક્ટરે સુચના આપી હતી. આથી જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી ડો.મમતા દત્તાણીએ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓની કુલ 300 ટીમો બનાવી છે. ટીમોએ જિલ્લાની બાંધકામ સાઇટમાં તપાસ કરીને વરસાદી પાણીમાં ઉત્પન્ન થયેલા મચ્છરોના લારવાના સ્થાનો શોધીને તેનો નિકાલ કર્યો હતો.

જેમાં જિલ્લાની 278 બાંધકામ સાઇટોમાંતી 9635 સ્થળોએ પાણીનો ભરાવો જોવા મળતા તેમાં ડેન્ગ્યુ અને મેલેરીયાના મચ્છરોના લારવા છે કે નહી તેની તપાસ કરી હતી. જેમાંથી 479 સ્થળોમાંથી મચ્છરોના પોરા મળતા નિકાલ કર્યો હતો.

બાંધકામ સાઇટના 271 કર્મીને તાલીમ
ડેન્ગ્યુ કે મેલેરીયાના મચ્છરની ઓળખ આપવાની સાથે તેના લારવા કેવા હોય તેની તાલીમ બાંધકામ સાઇટના 271 કર્મીને નોડલ અધિકારી કે સુપરવાઇઝરોને તાલીમ આપી,તેમજ લારવાર કેટલા દિવસમાં એક્ટીવ થાય તેની પણ જાણકારી આપી પાણીનો ભરાવો થાય નહી તેની સુચના આપી હતી.

27 બાંધકામ સાઇટોને નોટીસ ફટકારી
જિલ્લા મેલેરીયાની ટીમો દ્વારા બાંધકામ સાઇટમાં મચ્છરોના બ્રિડીંગ મળી આવતા તેનો નાશ કર્યો હતો. જ્યારે અમુક બાંધકામ સાઇટ ઉપર મચ્છરોના લારવાનું પ્રમાણ વધુ મળી આવતા 27 બાંધકામ સાઇટના સુપરવાઇઝરોને નોટીસ ફટકારી હોવાનું મેલેરીયા અધિકારીએ જણાવ્યું છે.

4 તાલુકામાં કરાયેલી કામગીરી

તાલુકોસાઇટઉત્પતિસ્થાનપોરા મળ્યાતાલીમનોટીસ
ગાંધીનગર181836241317416
દહેગામ3622211363
કલોલ4895442488
માણસા13971313-
કુલ278963547927127
અન્ય સમાચારો પણ છે...