રજૂઆત:બિનઅધિકૃત મિલકતોની નિયમિતતાની કામગીરીમાં ઝડપ લાવવા રજૂઆત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈમ્પેક્ટ-2022 અંતર્ગત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા હાલ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ દિશામાં ગાંધીનગરમાં કોર્પોરેશનમાં કામગીરી ઢીલી ચાલતી હોવાની ફરિયાદો ઉઠી છે. જે મુજબ ધારાસભ્ય રીટાબેન પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં રજૂઆત કરાઈ છે કે મહાનગરપાલિકામાં આજદિન સુધી એકપણ કેસનું નિરાકરણ થયું નથી. જે અંગની ઘણી રજૂઆતો એન્જિનિયર એસોસિએશન તેમજ અરજદારો દ્વારા ધારાસભ્ય સમક્ષ કરવામાં આવી છે.

જેથી આ કાયદા માટે મહાનગરપાલિકા ખાતે સરળ અને સુગમ વ્યવસ્થા ઉભી કરવાની રજૂઆત રીટાબેન પટેલ દ્વારા કરાઈ છે. જેમાં પ્રજાલક્ષી નિર્ણયનો મહત્તમ લોકો લાભ લઈ શકે તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા ભલામણ કરાઈ છે. ઉલ્લેખનિય છે કે 17 ઓક્ટોબર 2022થી ચાલી રહેલી પ્રક્રિયામાં 16 ફેબ્રુઆરી 2023 સુધી અરજી કરી શકાશે. છેલ્લા અઢી મહિનામાં એટલે 31 ડિસેમ્બર સુધીમાં 270 અરજીઓ આવી છે. જેમાં 85 અરજીઓમાં પ્રાઈમરી ફી જ ભરાઈ નથી. જેને પગલે કોર્પોરેશન દ્વારા 185 જેટલી અરજી પર કામગીરી આગળ વધી શકી છે. જેમાં 108 અરજીઓ અધૂરી વિગત કે ડોક્યુમેન્ટ્સ માટે અરજદારોને પરત મોકલાઈ છે. 9 અરજીમાં ડોક્યુમેન્ટ્સની ચકાસણી ચાલી રહી છે, 12 અરજી સાઈટ વિઝિટ માટે આગળ વધારાઈ છે.

અન્ય સમાચારો પણ છે...