તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પેથાપુર સંજરી પાર્ક સહિતના વિસ્તારો સુધારવા રજૂઆત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટીના સિટી ઓબ્ઝરર્વરે પત્ર લખી DyCMને વિનંતી કરી

ગાંધીનગર મહાનગરપાલિકાના પેથાપુરમાં જીઈબી પાછળના સંજરીપાર્કના રસ્તાઓ યોગ્ય રીતે સુધારવા માટે નાયબ મુખ્યમંત્રીને નીતિનભાઈ પટેલને આપ દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે. આ અંગે રજૂઆત કરાઈ છે કે ગાંધીનગર પાલિકાની આજુબાજુના ગામમાં અવરજવર માટે સારા રસ્તા ન હોવાના કારણે અને ઊભરાતી ગટરના કારણે પ્રજાને ખૂબ જ હાલાકી પડે છે. પેથાપુરમાં જીઈબી પાછળના સંજરીપાર્કના રસ્તાઓ માટે ગ્રાન્ટ ફાળવી તાત્કાલિક ધોરણે રસ્તાઓ બનાવવા માંગ કરાઈ છે.

આ સિવાય ગાંધીનગર મહાનગરપાલિકા અને તેની આજુબાજુમાં આવેલા તમામ ગામડાના રસ્તાઓ તાત્કાલિક ધોરણે બનાવી આપવા તેમજ આ બાબતનો નિકાલ થાય જેવી વિનંતી આપ દ્વારા કરાઈ છે. આમ આદમી પાર્ટીના સિટી ઓબ્ઝરર્વર એસ. કે. રાણાએ આ અંગે નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.શહેરના અન્ય કેટલાંક વિસ્તારોમાં પાયાની સુવિધાઓ અંગે લોકોને હાલાકી પડી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે તંત્રએ પગલાં લેવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...