માંગણી:અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનોને ગાંધીનગર સુધી લંબાવવા રજૂઆત

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસાહત મહામંડળ દ્વારા નાગિરકોની સુવિધાઓ માટે નિર્ણય લેવા માગ

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને કરોડો રૂપિયા ખર્ચથી આધુનિકરૂપ આપવામાં આવ્યું છે. ત્યારે હવે અહીં ટ્રેનોની વધુ સુવિધા આપવા માટે વસાહત મહામંડળે કરી છે.રજૂઆતમાં જણાવવામાં આવ્યુ છે કે અમદાવાદથી ઉપડતી મુંબઈ જતી તમામ ટ્રેનોને ગાંધીનગર સુધી લંબાવાય તો ગાંધીનગરના નાગરિકોને તેનો લાભ મળે તેમ છે.

આ અંગે પ્રમુખ અરૂણ બુચે જણાવ્યું હતું કે, અમદાવાદથી ઉપડતી અને મુંબઈ જતી તમામ ટ્રેનો ગાંધીનગર સુધી લંબાવાય તો પાટનગરના રહીશોને તેનો લાભ મળી શકે છે. હાલમાં સુવિધાને અભાવે મુસાફરોના નાણાં અને સમયનો વ્યય થઈ રહ્યો છે. જેથી આ અંગે સત્વરે નિર્ણય લેવાય તે જરૂરી છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા આધુનિક રેલવે સ્ટેશનમાં હાલ માત્ર જુજ ટ્રેનો આવે છે. ત્યારે અહીં વધારે ટ્રેનો આવે તેવી રજૂઆતો વસાહત મહામંડળ દ્વારા વારંવાર કરવામાં આવે છે, છતાં આ અંગે કોઈ નિર્ણય લેવાતો નથી.

પાટનગરના મુસાફરોને ટ્રેનની સુવિધા મેળવવા અન્ય સ્ટેશનો પર જવું પડે છે. જેથી અમદાવાદથી ઉપડતી મુંબઈ જતી તમામ ટ્રેનોને ગાંધીનગર સુધી લંબાવાય તો ગાંધીનગર નાગરિકોને તેનો લાભ મળે તેમ છે.

બીજી તરફ નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ સહિત સુરત થતા વલસાડ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ જતાં મુસાફરોને ટ્રેનોના અભાવે નાછૂટકે નાણાં અને સમયનો વ્યય કરીને અમદાવાદ જવું પડે છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા સત્વરે મુસાફરોની માંગને ધ્યાને લઈને મુંબઈ તરફથી આવતી ટ્રેનો ગાંધીનગર દોડાવવાનો નિર્ણય લેવાય તો લોકોની હાલાકી ઓછી થાય તેમ છે.’ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને કરોડો રૂપિયા ખર્ચથી આધુનિકરૂપ આપવામાં આવ્યું છે. ત્યારે હવે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનોને ગાંધીનગર સુધી લંબાવવા રજૂઆત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...