રજૂઆત:મનપાના સફાઈ કામદારોના પ્રશ્ને CR પાટીલને રજૂઆત

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટીલે મેયરને પત્ર લખી માંગણી અંગે કાર્યવાહી કરવા વિનંતી કરી

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં એજન્સી મારફતે કામ કરતાં સફાઈ કામદારોના કપાત પગાર મુદ્દે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે સફાઈ કામદારોએ આ અંગે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને લેખિત રજૂઆત કરી હતી.

ગુજરાત સફાઈ કામદાર મહામંડલના પ્રમુખ કિરીટ વાઘેલાએ આ અંગે રજૂઆત કરી છે, જેમાં ગાંધીનગર કોર્પોરેશનમાં સફાઈ કામદારોની ભરતી કરાવવા માટે માંગણી કરી છે. કામદારોએ રજૂઆત કરી છે કે ગાંધીનગરમાં છેલ્લા વર્ષોતી સફાઈ કામદારોની ભરતી થયેલ નથી તેના સ્થાને સફાઈની કામગીરી આઉટ સોર્સિંગ એજન્સી મારફતે કરાવવામાં આવે છે. સફાઈ કામદારોની રજૂઆતને પગલે સી. આર. પાટીલ દ્વારા મેયર હિતેશ મકવાણાને પત્ર લખાયો છે.

જેમાં સફાઈ કામદારોની રજૂઆત સંદર્ભે નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે. ઉલ્લેખનિય છે કે કોર્પોરેશન વિસ્તારમાં એજન્સી મારફતે કામ કરતાં મોટાભાગના કામદારો છેલ્લા 15 દિવસથી પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરેલા છે. જોકે સફાઈ કામદારોના પ્રશ્નો અંગે કોઈ સાંભળતું ન હોવાની લાગણી કામદારોની છે.

અન્ય સમાચારો પણ છે...