પ્રોફેશન ટેક્સના કાયદા હેઠળ 12 હજારથી નીચેના પગારમાં વેરો નાબૂદ કરાયો છે. જે માટે 8 એપ્રિલના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું અને 27 એપ્રિલે સરકાર દ્વારા વિવિધ વિભાગ, કલેક્ટર્સ, કોર્પોરેશન સહિતના આ અંગેની લેખિત જાણ કરી હતી. જેમાં 6 હજારથી 8,999 તથા 9 હજારથી 11,999 સુધીના માસિક વેતન પરનો અનુક્રમે 80 અને 150 રૂપિયાનો વ્યવસાયવેરાનો સ્લેબ નાબૂદ કરાયો છે. એટલે 1 એપ્રિલની અસરથી 12 હજાર સુધીના માસિક પગારમાં વેરો નહીં વસૂલવામાં આવે.
બીજી તરફ આ અંગે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પણ આ અંગે મનપા હદ વિસ્તારના વ્યવસાય વેરા ધારકોને જાણ કરાઈ છે. જેમાં પગારદાર વ્યક્તિઓના વર્ગની બાબતમાં 12 હજાર સુધીના માસિક વેતન પગાર ઉપર વ્યવસાયવેરા વસુલવાનો થતો નથી. ફક્ત 12 હજારથી વધુ માસિક વેતન ધારક પાસે થઈ 200 લેખે માસિક વ્યવસાયવેરો વસુલવાનો થાય છે. ત્યારે ગુજરાત પ્રદેશ વાલ્મિકી વિકાસ મહાસંઘ ગાંધીનગરના પ્રમુખ ભરતભાઈ વાઘેલાએ આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં મનપાના આઉટસોર્સિંગથી કામ કરતાં સફાઈ કામદારોનો પગાર 12 હજારથી ઓછો થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.