તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ગાંધીનગરના સુઘડમાં ભાડે ફ્લેટ રાખી ચલાવાતા ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ,ગૂગલ પે કાર્ડ મારફતે વિદેશીઓને ઠગવામા આવતા હતા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મુખ્ય સૂત્રધાર સહિત 7 શખ્સો પાસેથી 2.97 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ગાંધીનગરના સુઘડ બાલાજી અગોરા મોલની પાછળ બાલાજી અગોરા રેસિડેન્શિમાં ચાલતા ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો અડાલજ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

પોલીસે List flex lead buyers નામની વેબસાઈટ પરથી અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી ટેક્સ નાઉ એપ્લિકેશન મારફતે કોલ કરીને અમેરિકન બેંક કર્મચારી તરીકેની ઓળખાણ આપી જુદા જુદા વેરિફિકેશન તેમજ પ્રોસેસિંગ ફી પેટે ગૂગલ પે કાર્ડ (GPC) નંબર મેળવીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરનાર બે મુખ્ય સૂત્રધાર સહિત 7 યુવાનોને રંગેહાથ ઝડપી લઈ લેપટોપ, મોબાઈલ ફોન તેમજ વાહનો મળીને કુલ 2.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા તેમજ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ગાંધીનગર ચાલતી ગુનાહિત પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જેનાં પગલે અડાલજ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવનાં માર્ગદર્શનમાં સબ ઇન્સ્પેકટર મિલિંદ શિંદે સહિતનો સ્ટાફ અડાલજ વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મિલિંનકુમાર ને બાતમી મળી હતી કે સુખડ ગામે બાલાજી અગોરા મોલ ની પાછળ આવેલ બાલાજી અગોરા રેસીડનસી બ્લોક નંબર - 3 ફ્લેટ નંબર - 9 માં ગેરકાયદેસર ઇન્ટરનૅશનલ કોલ સેન્ટર ધમધમી રહ્યું છે.

જેનાં પગલે પોલીસ કાફલાએ ઉપરોક્ત સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ત્રણ રૂમ રસોડા ના ફલેટમાં કેટલાક ઈસમો લેપટોપ લઈને બેઠા હતા. જેનાં પગલે પોલીસે તમામ ઈસમોની પૂછતાંછ શરૂ કરતા પીનાંક ઉર્ફે પ્રિન્સ અશોકભાઈ ગુપ્તા (રહે એ /14, હરીઓમ સોસાયટી, ડી માર્ટ સામે, બાપુનગર), મેહુલ મહેન્દ્રભાઈ મહેરીયા( મૂળ રહે સાંકડી તાલુકો વઢવાણ સુરેન્દ્રનગર હાલ શીતલ નગર નરોડા), અભી બીપીન ભાઈ દેસાઈ (રહે અક્ષરધામ ઇન્ટરસિટી ડી માર્ટ સામે બાપુનગર), દીપુ ઉર્ફે માઈક ઉર્ફે દિપક પાપાચંદ ટંડન (રહે સ્વામિનારાયણ પાર્ક બાપા સીતારામ ચોક નવા નરોડા કૃષ્ણનગર), એજાજ અહેમદભાઈ મુલતાની (રહે સૂડવેલસો, કોઠારીયાં, વઢવાણ સુરેન્દ્રનગર), પાર્થ મયુરભાઈ વ્યાસ(રહે ન્યુ આશાપુરા સોસાયટી અનિલ સ્ટાર્ચ રોડ બાપુનગર) તેમજ ઉમંગ દિનેશભાઇ સોલંકી (રહે જય આશાદીપ ખોખરા અમદાવાદ) તેમજ તેઓ અમેરિકન નાગરિકોને કોલ કરી છેતરપિંડી આચરતા હોવાનું ખુલવા પામ્યું હતું.

ઉપરોક્ત કોલ સેન્ટર માટે પીનાંક ઉર્ફે પ્રિન્સએ ફ્લેટ ભાડે રાખ્યો હતો. અને મેહુલ મહેરીયાં તેના મિત્ર દિપેશ શ્રીરામ (રહે સિંગરવા નગરપાલિકા પાસે અમદાવાદ) પાસેથી List flex lead buyers નામની વેબ સાઈટ થકી અમેરિકન નાગરિકોના ડેટા મેળવતો હતો. બાદમાં બંનેએ ઉપરોક્ત યુવાનોને નોકરી પર રાખ્યા હતા. બાદમાં ફાકડું ઇંગ્લિશ બોલતા ઉક્ત યુવાનો ટેક્સ નાઉ એપ્લિકેશન થી મેસેજ મોકલીને મેહુલની સ્ક્રિપ્ટ મુજબ અમેરિકન નાગરિકોને ફોન કરીને અમેરિકન બેંક કર્મચારી તરીકેની ઓળખાણ આપી લોનની લાલચ આપતા હતા.

ત્યારબાદ લોન માટે જુદા જુદા વેરિફિકેશન પ્રોસેસિંગ ફી પેટે ગૂગલ પે કાર્ડ નંબર જાણીને નાણાં એકાઉન્ટમાં મેળવી લેતા હતા. આ સમગ્ર પ્રકરણમાં દીપુ ઉર્ફે માઈક દ્વારા અમેરિકન નાગરિકોનો ડેટા આપવામાં આવતો હતો. જેનાં આધારે પીનાંક અને મેહુલ દ્વારા ઉક્ત સ્થળે કોલ સેન્ટર ખોલી યુવાનોને કમિશન આપી નોકરી પર રાખવામાં આવ્યા હતા. ત્યારે દીપુ ઉર્ફે માઈક ફરાર થઈ ગયો છે તે સિવાયના તમામ યુવાનોને ઝડપી લઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો, મોબાઈલ ફોન તેમજ વાહનો મળી કુલ રૂ. 2.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી અડાલજ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...