વિરોધ:આ ચાર બેઠક પર ભાજપે નવા ચહેરા ઉતાર્યા હોવાથી અંદરખાને વિરોધ

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અસારવા, નારણપુરા, એલિસબ્રિજ, વટવા બેઠક પર ભાજપના નેતા નિષ્ક્રિય
  • લીડ વધારવાનો ટાર્ગેટ ત્યારે સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય રહેતા ચિંતામાં વધારો

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પ્રચાર જોરશોરથી કરી રહ્યું છે ત્યારે અમદાવાદની ભાજપ માટે સલામત ગણાતી અસારવા, નારણપુરા, એલિસબ્રિજ અને વટવા બેઠક પર વર્ષ 2017 કરતા વર્ષ 2022માં જીત સાથે વધુ લીડ મેળવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ બેઠક પર ભાજપે તમામ નવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. આવા સંજોગોમાં જીત સાથે લીડ વધારવાના અપાયેલા ટાર્ગેટમાં કેટલાક સક્રિય ગણાતા જૂના જોગીઓ નિષ્ક્રિય રહેતા હોવાથી ઉમેદવારોની ચિંતા વધી છે.

અમદાવાદની અસારવા બેઠકની વાત કરીએ તો અસારવામાં બે જૂથ છે. એક જુથ ઉમેદવારની સાથે રહીને પ્રચારમાં વ્યસ્ત છે, બીજી બાજુ અસારવાના મંત્રીનું એક જૂથ નિષ્ક્રિય છે. આવી સ્થિતિમાં આ બેઠક પર જીતવું જ પડકાર છે, કારણ કે, અસારવા બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્ઞાતિ સમીકરણમાં ફિટ બેસે છે. આવા સંજોગોમાં સામા પ્રવાહે ચાલતા ભાજપના ઉમેદવાર માટે સ્થિતિ નાજુક છે.

નારણપુરા આમ તો ભાજપનો ગઢ ગણાય છે, આમ છતા હજુ પણ જુના જોગીઓ સક્રિય થયા નથી. કદાચ એવું પણ બને કે સલામત બેઠક હોવાથી જુના જોગીઓ સક્રિય થયા ન પણ હોય તેવું સુત્રોનું કહેવું છે. એલિસબ્રિજ બેઠક પર મહત્વાકાંક્ષી ગણાતા દાવેદારની ટિકીટ કાપવામાં આવી છે. આવી સ્થિતિમાં એલિસબ્રિજ બેઠક પર વર્ષ 2017ની ચૂંટણી કરતા લીડ વધારવી મુશ્કેલ બની ગઇ છે. વટવા વિધાનસભા બેઠક પર પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના વિશ્વાસ ગણાતા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી, પણ આ બેઠક પર અગાઉ જે દાવેદારો હતા તેમને ગમ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...