નિર્ણય:આંતર જિલ્લા ક્રિકેટ ટુર્ના. માટે સિલેક્શન ટ્રાયલની તારીખ બદલાઈ

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંડર-14નું સિલેક્શન ટ્રાયલ હવે આગામી 4 ડિસેમ્બરે તેમજ અંડર-16નું ટ્રાયલ 5 ડિસેમ્બરે યોજાશે

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (GDCA) દ્વારા આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિવિધ વયજૂથના ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવશે. જેમાં 27 નવેમ્બરે અંડર-19, 28 નવેમ્બરે સિનિયર ટીમનું સિલેક્શન થશે.

જીડીસીએ દ્વારા અંડર-14 તથા અંડર-16ના સિલેક્શનની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ 4 ડિસેમ્બરે રખાયેલી અંડર-16નું સિલેક્શન ટ્રાયલ હવે 5 ડિસેમ્બરે યોજાશે. જ્યારે અગાઉ 5 ડિસેમ્બરે યોજાનાર અંડર-14ના ખેલાડીઓનું સિલેક્શન ટ્રાયલ હવે 4 ડિસેમ્બરના રોજ યોજાશે. તમામ સિલેક્શન ટ્રાયલ ક-રોડ પર મધુવન ફાર્મ, હોટેલ ઘુંઘટ પાસે સવારે 8 વાગ્યે રાખવામાં આવી છે. ભાગ લેવા ઈચ્છતાં ખેલાડીઓએ ક્રિકેટના સફેદ ટ્રેસમાં પોતાની કીટ સાથે લઈને આવવાનું રહેશે. અંડર-14, અંડર-16 અને અંડર-19ના ખેલાડીઓએ આધારકાર્ડ, સ્કૂલ અથવા કોલેજનું ફોટોવાળુ ઓરિજનલ બોનાફાઈડ સર્ટીફિકેટ તથા ઝેરોક્ષ તેમજ બર્થ સર્ટીફિકેટ ઓરિજનલ અને ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે. તથા સિનિયર ખેલાડીઓએ સરકારના પ્રમાણિત ફોટો આઈડી કાર્ડ તથા રહેઠાણનો પુરાવો અચૂક લાવવાનો રહેશે.

પ્રવેશ માટે મંગાવેલા પુરાવાઓ તથા ફોટો આઈડી વગર કોઈપણ ખેલાડીને પ્રવેશ મળશે નહીં તેવું ગાંધીનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું છે.ગાંધીનગરગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (GDCA) દ્વારા આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિવિધ વયજૂથના ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવશે. જેમાં 27 નવેમ્બરે અંડર-19, 28 નવેમ્બરે સિનિયર ટીમનું સિલેક્શન થશે.

અન્ય સમાચારો પણ છે...