સૂચના:24 કલાક પાણીનાં કામોમાં ગુણવત્તા જાળવી ઝડપી કામગીરી કરવા સૂચના

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર સ્માર્ટ સિટી લિમિટેડની બોર્ડ બેઠક મળી, જશવંત પટેલ ડિરેક્ટર પદે

ગાંધીનગર કોર્પોરેશનમાં નવી બોડીના આવ્યા બાદ ગાંધીનગર સ્માર્ટી સિટી ડેવલોપમેન્ટ લિમિટેડની પહેલી બોર્ડ બેઠક મળી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન એવા જશવંતભાઈ પેટલની ડિરેક્ટર તરીકે નિમણુંક કરાઈ હતી. બેઠકમાં સ્માર્ટસિટી હેઠળ કરાયેલા 445 કરોડથી વધુના કામોની સમીક્ષા કરાઈ હતી.

આ ઉપરાંત ચાલી રહેલાં કામો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં 219 કરોડના ખર્ચે ચાલી રહેલાં 24 કલાકના પાણીના પ્રોજેક્ટ અને 259 કરોડના ખર્ચે ગટરની લાઈન નાખવાની કામગીરીની ગુણવત્તા પર ભાર મુકવા ખાસ સૂચન કરાયું હતું. બેઠકમાં હાજર સ્ટેન્ડિંગ ચેરમેન જશવંત પટેલ સહિતના લોકોએ કામગીરી દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે જોવા માટે કહ્યું હતું.

સમગ્ર કામગીરીનું એક ટાઈમટેબલ બનાવીને દર અઠવાડિયે રિવ્યૂ કરવાની આયોજન કરાયું છે. બંને કામ માટે બે વર્ષની સમયમર્યાદા અપાયેલી છે જેને પગલે આ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તેવી સુચના પણ અપાઈ હતી. સ્માર્ટસિટીની બોર્ડ બેઠકમાં 31 માર્ચ 2021 સુધીના ઓડીટના સ્ટેટમેન્ટને મંજૂર કરાયું હતું. આ ઉપરાંત 30 નવેમ્બરે શેર હોલ્ડર્સની એન્યુઅલ જનરલ મિટિંગ યોજવાનું નક્કી કરાયું છે. ઉપરાંત 22 માર્ચ પહેલાં બીજી બોર્ડ બેઠક મળે તેવું આયોજન કરાયું છે.તેવુ જાણવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...