આદેશ:આરોગ્ય સેવાઓ ચાલુ રાખવા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને મેડિકલ ઓફિસરને સૂચના

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારવારમાં યોગ્ય તકેદારી રાખવાનો પણ આદેશ

નવા વર્ષમાં ગ્રામ્ય વિસ્તારોને આરોગ્ય સેવાઓ ઝડપી મળી રહે તે માટે જાહેર રજાના દિવસે પણ આરોગ્ય કેન્દ્રો ચાલુ રાખવાની જિલ્લા આરોગ્ય અધિકારીએ સુચના આપી છે. કોઇપણ વ્યક્તિને સારવારમાં તકલીફ પડે નહી તેની તકેદારી રાખવાનો પણ આદેશમાં ઉલ્લેખ કર્યો છે.

દિપાવલી અને નૂતનવર્ષના તહેવારોમાં ફટાકડા ફોડવાથી ધુમાડાને કારણે શરદી-ખાંસીની બિમારીના કેસ વધે છે. ઉપરાંત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે. પરંતુ કોરોના નાબુદ થયો નહી હોવાથી લોકોને આરોગ્ય સુખાકારીની સેવાઓ ઝડપી અને સરળ રીતે મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસર, સીએચઓ સહિતના તમામ કર્મચારીઓને આદેશો જારી કર્યા છે.

તેમાં આરોગ્ય કેન્દ્રોમાંં જરૂરી દવાઓ સહિતનો સ્ટોક રાખવો. આ ઉપરાંત સ્ટાફ પણ નવા વર્ષના તહેવારોમાં હાજર રહીને લોકોને આરોગ્ય સેવાઓમાં કોઇ તકલીફ પડે નહી તેની ખાસ તકેદારી રાખવાની પણ ખાસ સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...