વિકાસ કામગીરી મુદ્દે ચર્ચા:મનપામાં TP-9માં સ્ટ્રોર્મ વોટર લાઈનનું કામ ઝડપી કરવા સૂચના

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેયરે અધિકારીઓસાથે મુલાકાત લીધી

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ટીપી-09 ખાતે હાલ ગુડા દ્વારા સ્ટ્રોમ વોટર લાઈન સહિતની કામગીરી ચાલી રહી છે. ત્યારે મનપામાં નવા ભળેલા પોતાના મત વિસ્તારમાં મેયર હિતેશ મકવાણા રાઉન્ડ પર નીકળ્યા હતા. તેઓએ ગુડાના અધિકારીઓને સાથે રાખીને થઈ રહેલી કામગીરી સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.

અહીં સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી ત્રણેક મહિના સુધીમાં પૂર્ણ થાય તેમ છે. જોકે મેયર દ્વારા વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરીને આગામી સમયે મંજૂર થયેલા રસ્તાના કામો પણ તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું. ટીપી-9 વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા છે.

જેને પગલે મેયર દ્વારા આ વિસ્તારમાં વરસાદ શરૂ થાય એ પહેલાં જ વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે આ વિસ્તારના રસ્તાઓમાં પણ જ્યાં ખાડા કે અન્ય સમસ્યા હોય તેના નિરાકરણ માટે પણ કામગીરી કરવા કહેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...