આદેશ:ચૂંટણીની કામગીરી કરતા સ્ટાફને ન બદલવા સૂચના

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પંચે કડક શબ્દોમાં આદેશ કર્યો

ચુંટણીની કામગીરીમાં રોકાયેલા સ્ટાફને નહી બદલવાની સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. ઉપરાંત સંજોગો વસાત બદલવાના થાય તો નવા કર્મચારીઓને પ્રથમ તાલીમ આપવાની રહેશે. ત્યારબાદ જ જુના કર્મચારીઓને બદલવાના રહેશે તેવી ચુંટણી પંચ દ્વારા સુચના આપવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વિધાનસભાની ચુંટણીની કામગીરીમાં દરેક વિભાગના સરકારી કર્મચારીઓને રોકવામાં આવ્યા છે. જોકે મતદાન અને મતગણતરીની તારીખોમાં લગ્નના મુર્હુતની તારીખ હોવાથી અનેક કર્મચારીઓને પોતાના અંગત લગ્ન પ્રસંગમાં જઇ શકશે નહી તેવી સ્થિતિ ઉભી થઇ છે.

ઘણાં કિસ્સાઓમાં પોતાના જ સંતાનના જ લગ્ન હોવાથી ચુંટણીની કામગીરીમાં કેવી રીતે ફરજ બજાવવી તે મોટો પ્રશ્ન કર્મચારીઓમાં ઉદ્દભવી રહ્યા છે. ભાણીયાના મામેરાનો પ્રસંગ હોય સહિતના પ્રશ્નોના કારણે કર્મચારીઓ દ્વારા કામગીરીમાંથી મુક્તિ માંગી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...