સ્વરોજગાર યોજના:બિનઅનામત નિગમમાં ઇન્ટરવ્યૂને બદલે હવે ડ્રોથી લાભાર્થી પસંદ થશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્વરોજગાર યોજનામાં ચોક્કસ લોકોને લાભની ફરિયાદોને પગલે નિર્ણય
  • ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં 2થી 3 મહિનાનો સમય લાગતો હતો

બિનઅનામત વર્ગના લોકોના આર્થિક ઉત્કર્ષ માટે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલી બનાવાયેલી સ્વરોજગારી યોજનામાં લાભાર્થીની પસંદગી ઇન્ટરવ્યૂ મારફતે કરવાની પદ્ધતિમાં ચોક્કસ લોકોને લાભ અપાતો હોવાની ફરિયાદો અને પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે ઇન્ટરવ્યૂની પદ્ધતિ રદ કરાઈ છે. હવે નિગમમાં સ્વરોજગારી યોજનામાં આવેલી અરજીઓની પસંદગી ડ્રો મારફતે પારદર્શક રીતે કરવાનો નિર્ણય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે કર્યો છે.

ઠરાવ મુજબ સ્વરોજગારી યોજનાની પ્રક્રિયાના ભાગરૂપે નિગમને મળેલી અરજીઓની ચકાસણી કરવા માટે ત્રણ સભ્યની સમિતિની રચના કરાઈ છે. આ સમિતિના સભ્યો અરજદારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવી તે મુજબ લાભાર્થીની પસંદગી કરતા હોય છે, પરંતુ રૂબરૂ મુલાકાતની પ્રક્રિયામાં બે મહિનાથી વધુ સમય લાગી જાય છે.

તેમ જ આ પ્રક્રિયામાં અન્ય કેટલીક ખામીઓ પણ જોવા મળી છે, જેથી અન્ય નિગમોની જેમ આ યોજનામાં પણ સ્વરોજગારલક્ષી લોન માટે ડ્રો સિસ્ટમ દ્વારા અરજદારોની પસંદગી કરાય તો લાભાર્થીને ઝડપથી લાભ આપી શકાય તે હેતુથી નિગમ દ્વારા દરખાસ્ત કરાઈ હતી, જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સ્વરોજગારી યોજનામાં લોન માટે હવેથી જેટલી અરજીઓ આવી હશે તેમાંથી પાત્ર ધરાવતા લાભાર્થીઓની અરજીની ચકાસણી કર્યા બાદ ડ્રો સિસ્ટમથી લાભાર્થીની પસંદગી કરાશે.

અન્ય સમાચારો પણ છે...