તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ચૂંટણી સંદર્ભે જિલ્લાના 426 મતદાન બૂથની ચકાસણી, વીજળી, પાણી સહિતની સુવિધા તપાસી

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 28 સીટો માટેની ચુંટણીમાં મતદાન માટેના કેટલા બૂથોની જરૂર પડશે તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના 426 બૂથોની ચકાસણી કરીને વીજળી, પાણી સહિતની સુવિધાઓની તપાસ કરી હતી. રાજ્યના ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, દહેગામ અને માણસા તાલુકાની ચૂંટણી તેમજ કલોલ અને દહેગામ નગરપાલિકાની પણ ચૂંટણી યોજવામાં આવનાર છે. ત્યારે ચૂંટણીને પગલે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીને લઇને ધમધમાટ શરૂ કરી દીધો છે.

જેમાં જિલ્લા પંચાયતની 28 સીટોની ચૂંટણી માટે કેટલા મતદાન મથકોની જરૂર પડશે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મતદાન માટે ઉપયોગમાં લેવાનાર મતદાન બૂથોની ચકાસણી કરવાની જવાબદારી અલગ અલગ અધિકારીઓને સોંપવામાં આવી છે. તેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટોમાંથી તાલુકામાં આવતી સીટોની ચકાસણી તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી છે. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારીને બૂથોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તેમના તાબાની 16 બેઠકોના કુલ 426 બુથોની ચકાસણી કરી હતી.

આ કામગીરીમાં મતદાન બૂથો ઉપર વીજળી, પાણી સુવિધા છે. ઉપરાંત કોરોનાને ધ્યાનમાં રાખીને સામાજિક અંતર જળવાય તે રીતે મોટા છે. વધુમાં હવા ઉજાસવાળા છે કે નહી સહિતની ચકાસણી કરી હતી. મતદાન બૂથો ઉપર જરૂરી ફર્નિચર, રેમની સુવિધાઓ છે કે નહી તેની પણ ચકાસણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો