હેડક્લાર્કના પેપર લીક કૌભાંડ:20થી વધુ લોકોની સંડોવણીની શંકાને આધારે પૂછપરછ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પેપર લીક કૌભાંડમાં શંકાસ્પદ આરોપીઓને પકડીને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે. બે દિવસમાં સાબરકાંઠા જિલ્લાના 20 લોકો સામે તપાસ ચાલે છે.

ગાંધીનગર જિલ્લાને સાબરકાંઠા જિલ્લાની હદ મળતી હોવાના કારણે પાટનગરના ઉમેદવારોને પેપર મળ્યું હતું કે, કેમ તેની તપાસ કરવામા આવી રહી છે. ગાંધીનગર શહેરમા કેન્દ્રો ફાળવવામા આવ્યા હતા. પરંતુ સાબરકાંઠા કેન્દ્ર ન હતુ, પરંતુ તે જિલ્લાના અનેક ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, જેને લઇને પોલીસે તે દિશામા પણ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસને કોઈ નક્કર કડી હાથ લાગી નથી પરંતુ વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.

કૌભાંડમાં લીંબડીથી એકની અટકાયત કરાયાની ચર્ચા
હેડ ક્લાર્કની 186 જગ્યા માટે રાજયના 1.51 લાખ ઉમેદવારોએ 12 ડિસેમ્બરના રોજ પરીક્ષા આપી હતી. 3 દિવસ પછી પેપર લીક થયાના આક્ષેપો થયા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ હેડ ક્લાર્કની પરિક્ષાના પેપર લીક મામલે પુરાવા મળે તો કાર્યવાહી કરવા ખાતરી આપી છે. આ મામલે સાબરકાંઠા અને ગાંધીનગરથી અમુક લોકોની અટકાયત થયાની ચર્ચા છે. પોલીસે લીંબડીથી પણ એક વ્યક્તિને અટકમાં લીધી હોવાનું મનાય છે. આ વ્યક્તિ એક રાજકીય પક્ષ સાથે જોડાયો હોવાનું માનવામાં આવે છે.

ફાર્મ હાઉસનું ખોટું નામ ફરતું થતાં SPને અરજી કરાઈ
ફાર્મ હાઉસનો ફોટો મીડિયામાં જે ફરી રહ્યો છે તે મારા અક્ષરમ ફાર્મ હાઉસનો છે મેં તે દિવસે પણ કહ્યું હતું કે અમને ટાર્ગેટ કરીને બદનામ કરવા ષડયંત્રનો ભાગ બનાવાયા છે, આજે એ સંદર્ભે જિલ્લા પોલીસવડાને મેં અને મારા પરિવારે ભોગવેલી પરેશાની અંગે અરજી આપી છે અને ડેફરમેશન માટે વકીલ સાથે ચર્ચા કરી યોગ્ય સમયે દાવો દાખલ કરીશ. - ડો. નીતિન પટેલ

અન્ય સમાચારો પણ છે...