તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીટ એન્ડ રન:ખ-6 સર્કલ પાસે કારચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતાં ઈજા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુબારકપુરનો યુવક પત્ની સાથે ખરીદી કરવા આવ્યો હતો

પાટનગરમાં દિવસે દિવસે હીટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. ગત મોડી રાત્રે મુબારકપુરનો યુવક પત્નિ સાથે બાઇક લઇને ખરીદી કરવા આવ્યો હતો. તે સમયે ખ6 સર્કલ પાસે સેન્ટ્રો કારચાલકે ટક્કર મારતા દંપતી ઇજાગ્રસ્ત થયું હતુ. આ બનાવની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકમાં નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મળતી માહિતી મુજબ, અનિલ રમણલાલ નાયી (રહે, મુબારકપુર, ગાંધીનગર)એ ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેમના પત્નિ સંધ્યા પોતાનું બાઇક લઇને સેક્ટર-26 ડી માર્ટમાં ખરીદી કરી સેક્ટર-24 તરફ જઇ રહ્યા હતા. તે સમયે બાઇક લઇને ખ6 સર્કલ પાસે પહોંચતા એક સફેદ કલરની સેન્ટ્રો કારચાલક પુરપાટ ઝડપે આવીને બાઇકને ટક્કર મારી હતી. જેમાં દંપતી રોડ નીચે પટકાયું હતું.

અકસ્માત દરમિયાન પતિને ડાબા પગે અને પત્નિને માથામાં ઇજાઓ થઇ હતી. આ બનાવને લઇને સેન્ટ્રો કારનો ચાલક કાર લઇને ભાગી ગયો હતો. પતિએ સેક્ટર 21 પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આ‌વી હતી.

અન્ય સમાચારો પણ છે...