તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:મહુંધરામાં ટ્રેક્ટર ફરી વળતા ઘવાયેલા આધેડનું અંતે મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 7 દિવસ પહેલાં થયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન મોત, ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાયો

મહુંધરા પાટિયાથી ગામ તરફ જતા રોડ પર ટ્રેક્ટરની ટક્કરે ઘાયલ થયેલા આધેડનું આખરે મોત થયું હતું. મુળ કરશનપુરાના કનુભાઈ મેલાભાઈ રાવળ મહુન્દ્ર ગામે રાવળવાસમાં રહેતાં હતા. 23 માર્ચના રોજ બપોરના સુમારે ઘરેથી નીકળેલા કનુભાઈ લઘુશંકા કરવા માટે ગરનાળા પાસે જતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે તેમને ટક્કર મારી હતી. નીચે પડેલા આધેડ પરથી ટ્રેક્ટરનું આગળનું ટાયરફરી વળ્યું હતું.

ઘટનાને પગલે કનુભાઈ સાળા પ્રવિણભાઈ રાવળ સહિતના લોકો દોડી આવ્યા હતા. તેઓ આવ્યા ત્યારે GJ-18-BJ-1653ના ટેક્ટરનો ચાલક ત્યાં જ ઉભો હતો. જોકે વધુ માણાસો ભેગા થતાં ચાલક ટ્રેક્ટર લીને નાસી ગયો હતા. હાજર લોકોમાંથીએ કોઈએ ફોન કરતાં આવેલી 108 મારફતે કનુભાઈ ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જ્યાં શનિવારે મોડી સાંજે તેમનું મોત થયું હતું. જેને પગલે પેથાપુર પોલીસે મૃતકના સાળા પ્રવિણભાઈ બાલાભાઈ રાવળની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ટ્રેક્ટરના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો