તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટર સામે કાર્યવાહી:ગાંધીનગર સિવિલમાં શ્રમજીવી મહિલા સાથે અમાનવીય કૃત્ય, ઓર્થોપેડિક વિભાગના ડો. વિકી પરીખને પાણીચું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો. વિકી પરીખે થેલા સાથે તેમને 50 ફૂટ સુધી ઢસડયા હતા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે પાથરળું પાથરીને છુટક કપડાં વેચીને પેટીયુ રળતિ મહિલા ને ઢસડી ને અમાનવીય કૃત્ય આચરનાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો. વિકી પરીખને GMERS સોસાયટી કમિટીનાં અહેવાલને પગલે તાત્કાલિક અસરથી પાણીચું આપી દેવામાં આવતા સિવિલ તબીબી આલમમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.

ગાંધીનગરનાં જીઈબી કાચા છાપરાંમાં રહેતા ઝરીનાબેન સુભાન કટીયા રાબેતા મુજબ થોડા દિવસ અગાઉ સિવિલ ખાતે પાથરણું પાથરી હાથ રૂમાલ સહિતના કપડાનું વેચાણ કરી રહ્યા હતા. તે વખતે ઓર્થોપેડીક વિભાગનાં ડોક્ટર વિકી પરીખ અચાનક ઝરીનાબેન પાસે આવી ગયા હતા. અને તેમની સાથે માથાકૂટ કરી ગાળાગાળી કરવા લાગ્યા હતા. અને તેમનો થેલો ફેંકવાની કોશિશ કરી હતી. જેથી ઝરીનાબેને પોતાનો થેલો પકડી લીધો હતો. ત્યારે ડો. વિકી પરીખે થેલા સાથે તેમને 50 ફૂટ સુધી ઢસડયા હતા. ત્યારે હાજર સૌ કોઈ ડોક્ટરનું અમાનવીય કૃત્ય જોઈ ડઘાઈ ગયા હતા.

આ બનાવના પગલે ઝરીનાબેનને શરીરે નાની મોટી ઈજાઓ પણ થવા પામી હતી. જે ઘટનાનો સમગ્ર વિડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ થતાં ડોક્ટર વિકી પરીખ સામે લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.આ અંગે ઝરીનાબેને ન્યાય મેળવવા સેકટર 7 પોલીસ મથકમાં ડોક્ટર વિકી પરીખ વિરુદ્ધ અરજી પણ આપેલી છે.

બીજી તરફ ગુજરાત રાજ્યની મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી દ્વારા ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આ બાબતે તપાસ કરવા હુકમો કર્યો હતા. જેથી ગાંધીનગર સિવિલના ડોક્ટરોની ખાસ કમિટી દ્વારા ઓર્થોપેડિક વિભાગના કરાર અધારિત પ્રોફેસર અને હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ ડો.વિકી પરીખનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું.

ઉપરાંત GMERS સોસાયટીના સીઇઓને તપાસ અહેવાલ પણ સુપ્રત કરી દેવામાં આવ્યો હતો. જેમાં ડો. વિકી પરીખ કસૂરવાર હોવાનું પુરવાર થતાં સોસાયટી દ્વારા તાત્કાલિક અસરથી ડો. વિકી પરીખને પાણીચું આપી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...