ધમકી:ઇન્ફોસિટી પોલીસની પીસીઆરના કર્મીએ વેપારીને ગાળો બોલી !!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ફોસિટી વિસ્તારમાં રવિવારે રાતે બનેલી ઘટના
  • વેપારીને દુકાન બંધ કરી દેવાનું કહીને ધમકી પણ આપી હતી

ઇન્ફોસિટી વિસ્તારમા રાત્રિ દરમિયાન અનેક ધંધા રોજગાર ધમધમતા હોય છે. જેમા કેટલાક લોકો પોલીસને સાચવતા હોવાના પણ આક્ષેપ થતા હોય છે. ગત રાત્રિએ ઇન્ફોસિટી પોલીસની પીસીઆર પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન રીલાયન્સ ચોકડી ઉપર એક વેપારીને બંધ કરવાનુ કહ્યા પછી દુકાનદાર વસ્તી કરી રહ્યો હતો ત્યારે ફરીથી આવીને પોલીસ કર્મચારીએ ગાળો બોલી હતો.

મળતી માહિતી મુજબ ન્યૂ ગાંધીનગર વિસ્તારમા રીલાયન્સ ચોકડી પાસે એક યુવક દ્વારા ફાસ્ટફૂડનો નાનો ધંધો શરૂ કરવામા આવ્યો છે. જેને લઇને અનેક વેપારીઓની દુકાનો ચાલુ રહેલી જોઇને યુવકે પણ તેની દુકાન ચાલુ રાખી હતી. તે દરમિયાન ઇન્ફોસિટી પોલીસની પીસીઆર ત્યાં આવી ચડી હતી. જેમા કુલ ત્રણ કર્મચારી હાજર હતા.

આ દરમિયાન પોલીસ કર્મચારી ચૌધરીએ નાનો ધંધો શરૂ કરનાર યુવકને દુકાન બંધ કરી દેવા જણાવ્યુ હતુ. જેને લઇને યુવક દુકાનનો સામાન લારીમાં ભરી રહ્યો હતો. તે દરમિયાન પીસીઆર ફરીથી ત્યા આવી હતી અને પોલીસ કર્મી કહેવા લાગ્યો હતો કે, તને ખબર નથી પડતી એક વાર કહેવાનુ હોય તેમ કહીને ગાળો બોલી રહ્યો હતો. ત્યારે ખાખી પહેરીને વેપારીને ગાળો બોલવાનો પરવાનો કોને આપ્યો ? આ બાબતે નવા વેપારી દ્વારા ગાળો બોલનાર પોલીસ કર્મચારીને સજા કરાય તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની વિચારણા કરી છે.

અન્ય સમાચારો પણ છે...