કોરોનાનો કહેર:અન્ડર સેક્રેટરી, પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ, DySO, કોન્સ્ટેબલ સહિત 31 કોરોના સંક્રમિત

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરબતપુરાના વૃદ્ધના મોતથી કુલ આંકડો 150 થયો
  • મનપા વિસ્તારમાં 11, ગાંધીનગરમાં 10, માણસા અને દહેગામમાં 4-4 તથા કલોલમાં 2 કેસ

કોરોનાના નવા 31 કેસમાં અન્ડર સેક્રેટરી, પ્રોજેક્ટ એક્ઝિક્યુટીવ, ડીવાયએસઓ, કોન્સ્ટેબલ, બેન્ક મેનેજર, કોન્ટ્રાક્ટર સહિત સંક્રમિત થયા છે. આથી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 2497એ પહોંચ્યો છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન માણસા તાલુકાના પરબતપુરાના 63 વર્ષીય વૃદ્ધનું મોત થતાં કુલ મોતનો આંકડો 150ને પાર થયો છે. ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ 13 સાજા થતાં અત્યાર સુધી જિલ્લાની 1968 વ્યક્તિઓ કોરોના મુક્ત થઇ છે.

જિલ્લામાં રવિવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમાં મનપા વિસ્તારમાંથી 11, ગાંધીનગર તાલુકામાંથી 10 જ્યારે માણસા અને દહેગામ તાલુકામાંથી 4-4 તેમજ કલોલમાંથી નવા 2 કેસ નોંધાયા છે. તમામ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ દર્દીના પરિવારજનોને ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા તમામને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં રવિવારના રોજ વધુ 13 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જો કે, મનપા વિસ્તારમાં 5 સરકારી અધિકારી અને કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે.

મનપા શહેરમાં 5 સરકારી અધિકારીને કોરોના
મનપા વિસ્તારમાંથી નવા 11 કેસમાંથી સેક્ટર-4ના 3 કેસમાંથી વૈદ્યાનિક અને સંસદિય વિભાગના 65 વર્ષીય અન્ડર સેક્રેટરી, 30 વર્ષીય યુવાન અને 60 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે. જ્યારે સેક્ટર-14ના 74 વર્ષીય અને સેક્ટર-24નો ખાનગી નોકરી કરતો 25 વર્ષીય યુવાન તથા કોન્ટ્રાક્ટરનો બિઝનેશ કરતા સેક્ટર-7ના 53 વર્ષીય આધેડ તેમજ સેક્ટર-22માં રહેતા નવા સચિવાલયના બ્લોક નંબર 14ના 38 વર્ષીય પ્રોજેક્ટ એક્ઝિક્યુટીવ કોરોનામાં સપડાયા છે. ઉપરાંત સેક્ટર-16માં રહેતા 35 વર્ષીય કોન્સ્ટેબલ અને સેક્ટર-29માં રહેતા મહેસુલ વિભાગના 30 વર્ષીય ડીવાયએસઓ તેમજ સેક્ટર-25ની 70 વર્ષીય ગૃહિણી અને સેક્ટર-17માં રહેતા વાવોલની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના 48 વર્ષીય મહિલા મેનેજર કોરોનામાં સપડાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓના 41 સગાઓને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાળકી, વિદ્યાર્થિની સહિતના સંક્રમિત
ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવોલના બે કેસમાં 46 વર્ષીય અને 40 વર્ષીય યુવાનો તથા રાંધેજામાં 45 વર્ષીય યુવાન તથા 39 વર્ષીય ગૃહિણી તેમજ રાયસણમાં 59 વર્ષીય આધેડ અને 26 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. વધુમાં ચંદ્રાલાના 57 વર્ષીય આધેડ અને છાલાની 38 વર્ષીય ગૃહિણી તથા અડાલજની 2 વર્ષીય બાળકી તેમજ કુડાસણની 28 વર્ષીય ગૃહિણી કોરોનામાં થયો છે.

માણસામાં 7 વર્ષીય બાળકીને કોરોના
દહેગામના કેસમાં નગરપાલિકા વિસ્તારની 65 વર્ષીય ગૃહિણી અને 23 વર્ષીય યુવાન તેમજ ગોપાલનગરનો 20 વર્ષીય યુવાન તથા જાલીયામઠની 21 વર્ષીય યુવતી સંક્રમિત થઇ છે. જ્યારે માણસામાં પુંધરાની 7 વર્ષીય બાળકી, 39 વર્ષીય યુવાન અને 62 વર્ષીય વૃદ્ધ તેમજ વેડાની 21 વર્ષીય યુવતી કોરોનામાં સપડાઇ છે. કલોલના માં સાંતેજની 57 વર્ષીય ગૃહિણી અને 26 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે.

અન્ય સમાચારો પણ છે...