તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગાંધીનગરમાં સશસ્ત્ર ગેંગ સાથે આતંક મચાવવા આવેલો કુખ્યાત ગેંગસ્ટર બસ્તીખાન પઠાણ ઝડપાયો

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસના રિમાન્ડ મેળવી ક્રાઈમ બ્રાંચે પૂછપરછ શરૂ કરી

ગાંધીનગરમાં ઘાતક હથિયારો સાથે ધાડના ગુનાને અંજામ આપી હાહાકાર મચાવવા સાગરિતો સાથે આવેલા કુખ્યાત ગેંગસ્ટર બસ્તીખાન પઠાણની ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછતાંછ શરૂ કરવામાં આવતા આગામી દિવસોમાં કુખ્યાત આતંકી ગેંગ ની સિલસિલાબંધ ખૂટતી કડીઓ બહાર આવશે.

ગાંધીનગરનાં સેકટર - 8 પાસેથી એલસીબીનાં કુમક દ્વારા અમદાવાદના ગેંગસ્ટર બસ્તીખાન ગેંગનાં છ આરોપીઓ પકડી લેવામાં આવ્યા હતા. જેમાં પકડાયેલ ફિરદોશ ઈસ્માઈલ ખીલજી( રહે પાતળિયા હનુમાન મંદિર ની પાછળ મિર્ઝા પૂર અમદાવાદ) ગૌતમ વિનોદભાઇ મકવાણા (રહે 121 અરવિંદ મીલ ની ચાલી બાપુનગર), ધર્મેશ કેશવભાઈ પાટડીયા(બાપુનગર), અલ્પેશ દીપકભાઈ કતપરા (બાપુનગર), કમલ ઉર્ફે કમલેશ મનુભાઈ વસાવા (ઇન્દ્રોડા મન્સૂરી વાસ ગાંધીનગર) નીકીન કાનજીભાઈ પટેલ(રહે. 52, રાધે હોમ્સ સહજાનંદ સીટી ની બાજુમાં કુડાસણ), અફઝલ લાલભાઈ મનસૂરી, અજીજ તેમજ ઉજેફા નામના આરોપીઓ તથા અન્ય છ જેટલા લોકોની ગેંગ બસ્તી ખાનની આગેવાનીમાં દર્શનસિંહ ઉર્ફે ગોપી ચાવડા સાથેની 40 લાખની સટ્ટાની ઉઘરાણી માટે ધાડનાં ગુનાને અંજામ આપવા આવ્યા હોવાનું ખુલ્યું હતું.

આ સમગ્ર પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર એચ. પી. ઝાલાએ ઝિણવટપૂર્વક તપાસનો દોર હાથ ધરતા ફરિયાદી દર્શન સિંહ ઉર્ફે ગોપી ચાવડા પણ ઉપરોક્ત ગેંગ સાથે આડકતરી રીતે સટ્ટાનાં નેટવર્કમાં સંડોવાયેલો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું . બાદમાં ઉક્ત ગુનામાં નાસતા ફરતા અમદાવાદ દાણીલીમડાનાં કુખ્યાત ગેંગસ્ટર અઝીજુર રહેમાન રિયાજુર રહેમાન સૈયદને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. બીજી તરફ ગુનાનો માસ્ટર માઈન્ડ કુખ્યાત ગેંગસ્ટર બસ્તીખાન પઠાણ વર્ષો અગાઉ ડબલ મર્ડર કેસના જશુ પટેલ ની કરપીણ હત્યા કર્યા બાદ પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવાનું પણ ખુલવા પામ્યું હતું.

વર્ષો પછી ફરી પાછો અમદાવાદનો ગેંગસ્ટર બસ્તી પઠાણ પોતાના સાગરિતો લઈ ઘાતક હથિયારો સાથે ગાંધીનગર આવી ગંભીર ગુના ને અંજામ આપવાની ફિરાકમાં હતો તેવામાં જ ક્રાઈમ બ્રાંચે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસેથી ગેંગને ફિલ્મી ઢબે ઝડપી લેવાઈ હતી. પરંતુ ગંભીર ગુના આચરવામાં માહેર બસ્તી ખાન ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. જેનાં કારણે સમગ્ર પ્રકરણની ખૂટતી કડીઓ પર પડદો પડી જવા પામ્યો હતો. ત્યારે હવે ટ્રાન્સ્ફર વોરંટ ના આધારે ક્રાઇમ બ્રાંચ દ્વારા મુખ્ય સૂત્રધાર બસ્તી ખાન પઠાણની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જેથી કરીને આગામી દિવસોમાં સમગ્ર પ્રકરણની ખૂટતી કડીઓનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...