મુલાકાત વધી:ઇન્દ્રોડા પાર્કને છેલ્લા 7 માસમાં 94.27 લાખની આવક થઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નગરની સાબરમતી નદીની કોતરોમાં બનાવેલા ઇન્દ્રોડા પાર્કમાં વાઘ અને સિંહની જોડી લાવવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેને પરિણામે ઇન્દ્રોડા પાર્કે માત્ર સાત જ માસમાં રૂપિયા 94.27 લાખની આવક કરી છે. પાર્કની 3 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.

રાજ્યના પાટનગરના ઇન્દ્રોડા પાર્કમાં અગાઉ વાઘ અને સિંહને રાખવામાં આવતા નહી હોવાથી મુલાકાતીઓ માત્ર હરવા ફરવા જતા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઇન્દ્રોડા પાર્કને ડેવલોપ કરીને તેમાં સિંહ અને વાઘની જોડી લાવવામાં આવી છે. ઉપરાંત સિંહ અને વાઘના દર્શન જંગલમાં જોતા હોય તેવી રીતે મુલાકાતીઓ નિહાળી શકે તે માટે ઓપન સિસ્ટમાં પાંજરા બનાવવામાં આવ્યા છે.

આથી મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જેનો માત્ર સાત જ માસમાં લાભ ઇન્દ્રોડા પાર્કને થયો છે. ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા પાર્ક માત્ર સાત જ માસમાં રૂપિયા 9427299ની આવક થવા પામી છે. જોકે ઇન્દ્રોડા પાર્કની મુલાકાતી છેલ્લા સાત માસમાં 300210 લોકોએ લીધી હોવાનું ઇન્દ્રોડા પાર્કના વોર્ડન એ.સી.ડોડિયાએ જણાવ્યું છે. વીકએન્ડમાં પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે. આસપાસથી પણ આવે છે.

મુલાકાતી વધતા દિવાળી અને ઉનાળુ વેકેશનમાં 15થી 19 લાખની આવક
વેકેશનમાં લોકો પરિવાર સાથે ફરવા જતા હોય છે. જેમાં ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક લોકો માટે હરવા ફરવાનું સ્થળ બની ગયું હોય તેમ ઉનાળા અને દિવાળી વેકેશનમાં ઇન્દ્રોડા પાર્કની આવક રૂપિયા 15થી 19 લાખ જેટલી માત્ર એક જ માસમાં થાય છે. દિવાળી અને ઉનાળું વેકેશનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ મુલાકાત કરતાં આવકમાં વધારો નોંધાયો છે. ઉપરાંત વીકએન્ડમાં પણ લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

ઇન્દ્રોડા પાર્કના છેલ્લા 7 માસના મુલાકાતી અને આવક

માસમુલાકાતીઆવક
એપ્રિલ20926770027
મે426051034521
જૂન455531969236
જુલાઇ399321193914
ઓગસ્ટ529981881080
સપ્ટેમ્બર306591036658
ઓક્ટોબર675371541863

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...