તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં હથિયારો સાથે હુમલો, શૈલેષ ભંડારી સહિત 25 સામે ફરિયાદ

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શૈલેષ ભંડારીએ સગા ભાઈની ખોટી સહીઓ કરી 200 કરોડ રૂપિયાની લોન મેળવી હતી
 • 2 સિક્યોરિટી ગાર્ડને માર મારી ઓરડીમાં બંધક બનાવ્યા
 • બંદૂક, દંડા, ધોકા સાથે કંપનીમાં આતંક મચાવ્યાનો આક્ષેપ
 • કંપનીમાં જીએસટીએ દરોડા દરમિયાન ૩૩ લાખની કિંમતનો દારૂ પકડાયો હતો

કલોલના પલોડિયા ખાતે આવેલી ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા કંપનીમાં હથિયારો સાથે ધસી આવેલા 25 લોકોનાં ટોળાંએ સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરી તેમને ઓરડીમાં બંધક બનાવી આતંક ફેલાવ્યો હતો. આ અંગે કંપનીના માલિક મુકેશ ભંડારીએ મુખ્ય શૈલેષ ભંડારી સહિત 25 લોકો વિરુદ્ધ સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બોપલમાં રહેતા મુકેશ ભંડારી પલોડિયા ખાતે ઇલેક્ટ્રોથર્મ નામની કંપની ચલાવે છે. શનિવારે તેઓ ગાંધીનગર ગયા ત્યારે પુત્ર સિદ્ધાર્થે ફોન કરી જાણ કરી હતી કે, કંપનીના ગેટ પર શૈલેષ ભંડારી 25 લોકોના ટોળા સાથે ગન અને દંડા સાથે આવીને બે સિક્યોરિટી ગાર્ડ ઉપર ધોકાથી હુમલો કર્યો છે અને બંદૂકના ગોદા મારી તેમને કેબિનમાં પૂરી બહારથી લોક મારી દીધું છે.

ઈન્ડિયન ઓવરસીસ બેન્કમાંથી 200 કરોડ રૂપિયાની લોન મેળવી હતી
બોપલના આંબલી રોડ પર રહેતા મુકેશ ભંવરલાલ ભંડારી કલોલના પલોડિયા ગામે આવેલી ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર છે. કંપનીની રજીસ્ટર ઓફિસ સેટેલાઈટ રોડ પર અને હેડ ઓફિસ પલોડિયા ખાતે આવેલી છે. 1994માં પબ્લિક લિસ્ટેડ થયેલી કંપનીના 6500 શેર હોલ્ડર્સ શરૂ થઈ ત્યારથી 2020 સુધી મુકેશ ભંડારી ચેરમેનપદે હતા. અને ટેકનિકલ મેઈન્ટેનન્સ, પ્રોડક્ટને લગતું કામકાજ સંભાળે છે. જ્યારે, તેમના સગા ભાઈ શૈલેષ ભંવરલાલ ભંડારી આ કંપનીમાં મેનેજીંગ ડાયરેક્ટર છે. શૈલેષ ભંડારી ફાઈનાન્સિલ મેન્ટેનન્સ, કંપનીનો વહીવટ અને બેન્કોના તમામ વહેવાર સંભાળે છે. સગા ભાઈ શૈલેષ ભંડારી તથા અન્ય માણસોએ ભેગા મળી મુકેશ ભંડારીની ખોટી સહીઓ કરી બનાવટી દસ્તાવેજો ઉભા કરીને આશ્રમ રોડ પર આવેલી ઈન્ડિયન ઓવરસીસ બેન્કમાંથી 200 કરોડ રૂપિયાની લોન મેળવી હતી. જેમાં કુલ 200 કરોડ રૂપિયાની બે લોન મેળવવા માટે કુલ 13 અલગ અલગ ડોક્યુમેન્ટસ રજૂ કરવામાં આવ્યા હતા.

ટ્રકમાંથી 33 લાખની કિંમતનો દારૂ પકડાયો હતો
આ તમામ દસ્તાવેજોમાં ચેરમેન તરીકે મુકેશ ભંડારીની ખોટી અને બનાવટી સહિઓ કરવામાં આવી હતી. સાંતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એસ. માંજરિયાએ સગા ભાઈની ખોટી સહિ કરી કંપનીના નામે લેવામાં આવેલી 200 કરોડની લોન છેતરપિંડી કેસમાં કંપનીના એમ.ડી. શૈલેષ ભંડારીની ધરપકડ કરી હતી. તેમજ બે મહિના પહેલાં ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં જીએસટીએ દરોડા પાડયા હતા. દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી હતી ત્યારે ટ્રકમાંથી 33 લાખની કિંમતનો દારૂ પકડાયો હતો.

સિક્યુરિટી ઓફિસમાં પૂરીને બહારથી દરવાજો બંધ કરી દીધો
ત્યારે ગઈકાલે મુકેશ ભંડારી અંગત કામ માટે ગાંધીનગર આવ્યા હતા. તે દરમિયાન બપોરના સમયે તેમના દિકરા સિદ્ધાર્થે ફોન કરીને જણાવ્યું હતું કે તમે કંપની પર આવતા નહીં. કાકા શૈલેષ ભંડારી તેની સાથે 25 માણસોનું ટોળું લઈને ગેટ ઉપર ધસી આવી સિક્યુરિટીના માણસો સાથે ઝઘડો કરી મારા-મારી કરે છે. જેથી મુકેશે સો નંબર ઉપર પોલીસને જાણ કરીને સીધા કંપની ઉપર પહોંચી ગયા હતા. જ્યાં કંપનીના દરવાજા પાસે શૈલેષ ભંડારી વેધરમાં બેઠેલા અને તેની સાથે 25 માણસોનું ટોળું હાજર હતું. જેમાંથી બે માણસો પાસે હાથમાં ગન અને બાકીના માણસોના હાથમાં ડંડા હતા. જેમણે કંપનીના સિક્યુરિટી ગાર્ડના માણસોને દરવાજાના મેન ગેટ પાસે આવેલ સિક્યુરિટી ઓફિસમાં પૂરીને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો.

મુકેશ ભંડારીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
​​​​​​​
જેથી મુકેશ ભંડારિયા કેબિનનો દરવાજો ખોલતા સિક્યુરિટી ગાર્ડે જણાવેલ કે શૈલેષ ભંડારી તેની લાલ કલરની પજેરો ગાડીમાં આવેલો અને તેની સાથે પચીસેક માણસો ગાડીઓ લઈને આવ્યા હતા. અને ગાળો બોલી સિક્યુરિટીના માણસોને અહિયાં નોકરી કરવાની નથી. મારા માણસો નોકરી કરશે. તેમ કહી તમામના મોબાઇલ ઝૂંટવી લીધા હતા. બાદમાં શૈલેષ ભંડારીના માણસો દંડા લઈને તૂટી પડી ગનનાં પાછળના બટના ભાગેથી જોરજોરથી સિક્યુરિટી ગાર્ડને મારમારી તેઓને ઓફિસની અંદર પુરી દીધા હતા. આ બનાવના પગલે સાતેજ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મુકેશ ભંડારીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો