રજૂઆત:જિલ્લા પંચાયતના ફિક્સ પગારી કર્મીઓના વેતનમાં વધારો કરો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારમી મોંઘવારીમાં ઓછા ફિક્સ વેતનથી પરિવારનું ગુજરાન ચલાવવું કપરું બની રહ્યું હોવાની કર્મચારીઓની રજૂઆત

મનપાના ફિક્સ પગારી કર્મચારીઓના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા પંચાયતના પણ ફિક્સ પગારી કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠી છે. કારમી મોંઘવારીમાં ઓછા વેતનમાં પરિવારનું ગુજરાન ચલાવવું કર્મચારીઓ માટે કપરૂ બની રહ્યું છે.

વર્તમાન કારમી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ફિક્સ પગારી કર્મચારીઓના માસિક વેતનમાં રૂપિયા 7000થી રૂપિયા 10000નો વધારો કરવામાં આવ્યો છે. જોકે મનપામાં ફિક્સ પગારી કર્મચારીઓમાં મદદનીશ ઇજનેરથી લઇને પટ્ટાવાળા સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ત્યારે જો ગાંધીનગર મહાનગર પાલિકા સરકારી કચેરી હોવા છતાં તેમના ફિક્સ પગારી કર્મચારીઓના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા પંચાયતના ફિક્સ પગારી કર્મચારીઓના વેતનમાં વધારો કેમ કરવામાં આવતો નથી તેવા પ્રશ્નો ગાંધીનગર જિલ્લા પંચાયતના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા 100 જેટલા ફિક્સ પગારી કર્મચારીઓમાં ઉઠવા પામ્યા છે.

જોકે કારમી મોંઘવારીમાં ફિક્સ પગારી કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવું એક સાંધતા તેર તૂટે તેવી સ્થિતિ બની છે. ત્યારે જિલ્લા પંચાયતના ફિક્સ પગારી કર્મચારીઓના માસિક વેતનમાં વધારો કરવાની માંગણી કર્મચારીઓમાં ઉઠવા પામી છે.

જોકે ફિક્સ પગારી કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતને આગામી સમયમાં રજુઆત કરે તેવી ચર્ચા કર્મચારીઓમાં છે. ત્યારે હવે જોવું રહ્યું ગાંધીનગર મનપા ના ફિક્સ પગારી કર્મચારીઓની જેમ જિલ્લા પંચાયતના ફિક્સ પગારી કર્મચારીઓના વેતનમાં વધારો કરવામાં આવે છે કે નહી.

અન્ય સમાચારો પણ છે...