કોરોના સંક્રમણ:માત્ર પાંચ દિવસમાં જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો : 4 કેસ

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પાંચ દિવસ અગાઉ કોરોનાના એક એક કેસથી શરૂઆત થઇ હતી. જે શનિવારે ચાર કેસ સુધી આંકડો પહોંચ્યો છે. આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વેગ પકડે તેવી શક્યતા રહેલી છે. આથી લોકોને કોવિડના નિયમોનું પાલન કરવા જિલ્લા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે. મનપા વિસ્તારમાંથી બે અને ગાંધીનગર તેમજ દહેગામ તાલુકામાંથી એક એક કોરોનાનો કેસ નોંધાયો છે.

માત્ર પાંચ જ દિવસમાં જિલ્લાના કલોલ તાલુકા સિવાય તમામ વિસ્તારોમાંથી કોરોનાના કેસ નોંધાયા છે. મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ સેક્ટર-26માં રહેતી 42 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે મહિલાને હૃદયની બિમારી હોવાથી આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી છે. જ્યારે સેક્ટર-7ના 74 વર્ષીય વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા હોમ આઇસોલેશન સારવાર શરૂ કરી છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓના સંપર્કવાળા બાર વ્યક્તિઓને કોરન્ટાઇન કરાયા છે.

જ્યારે જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ જિલ્લાના ગાંધીનગર તાલુકાના દશેલા ગામનો 21 વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે. ઉપરાંત દહેગામ તાલુકાના સાણોદા ગામની 30 વર્ષીય મહિલાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...