તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:ગાંધીનગરના ખ - 3 થી સરગાસણ રોડ પર એકલી જતી સ્ત્રીઓની છેડતીનાં બનાવોએ માઝા મૂકી

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાં ચેનચાળા કરતા યુવકને ઝડપી પાડવા માગ ઉઠી

ગાંધીનગરમાં થોડા વખત અગાઉ સેકટર 8 અને 9માં એકલ અટૂલી જતી મહિલાઓની છેડતી કરી નગ્ન થઈ જતાં વિકૃત યુવાનને ક્રાઇમ બ્રાંચ ધ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે છેલ્લા ઘણા સમયથી ખ 3 થી સરગાસણ તરફનાં માર્ગ પર પણ એક બાઈક સવાર યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરી બિભત્સ ચેનચાળા કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા લાગી છે. જેથી આ રોડ પરથી મહિલાઓને નીકળવાનું પણ મુશ્કેલ બની જતા આ અજાણ્યા બાઇક સવારને સત્વરે ઝડપી લેવાની વસાહતીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.

તાજેતરમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા સેકટર 8 અને 9 માં મહિલાઓની સામે નિર્વસ્ત્ર થઈ બિભત્સ માંગણી કરી અશ્લીલ ચેનચાળા કરનાર સેકટર 7 નાં બ્રિજેશ સોલંકી નામના વિકૃત યુવક ને ઝડપી લેવામાં આવતા આ વિસ્તારની મહિલાઓએ રાહત અનુભવી હતી. ત્યારે હવે ખ રોડ પર બાઈક સવાર રોમિયો એકલી જતી મહિલાઓની છેડતી કરી બિભત્સ ચેનચાળા કરતો હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે.

આ વિસ્તારમાં ઘણા દિવસથી એક બાઈક સવાર રોમિયો બેફામ બન્યો છે. આ રોમિયો રોડ પર જઈ રહેલી યુવતીઓને જોઈ પોતાનું ટી શર્ટ કા તો પેન્ટ ઉતારી બિભત્સ ચેનચાળા કરી છેડતી કરી નાસી જાય છે ત્યારે યુવતીઓ પણ શરમના માર્યા આ વાત કોઇને કહી શકતી નથી. જેના કારણે પણ યુવક ની હરકતો દિન પ્રતિદિન વધતી જતી રહી છે.

છેલ્લા ઘણા દિવસથી સ્થાનિકો દ્વારા આ યુવકને ઝડપી લેવા વોચ પણ ગોઠવવામાં આવી હતી પરંતુ રોમિયો હાથમાં આવતો નથી. અધૂરા માં પૂરું આ રોડ પર સીસી ટીવી કેમેરા પણ નહીં હોવાના કારણે લુખ્ખા તત્વો દ્વારા અવારનવાર વાહન ચાલકોને રંજાડી વિકૃત આનંદ ઉઠાવવામાં આવી રહ્યો છે. જેનાં કારણે આ રોડ પરથી મોટાભાગે મહિલાઓ એકલી નીકળવાનું ટાળી રહી છે. ત્યારે ખ 3 થી સરગાસણ માર્ગ પર ફરી રહેલા બાઈક સવાર વિકૃત યુવાનને ઝડપી લેવા સ્થાનિક વસાહતીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...