ગાંધીનગર તાલુકાના ઇસનપુર મોટા ગામમા આવેલી મફતલાલ બાપુદાસ પટેલ સાર્વજનિક હોસ્પિટલમા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલી 12.50 લાખની ગ્રાન્ટમાંથી નવુ ઓપરેશન થિયેટર બનાવવામા આવ્યુ છે. જેનો શુભારંભ ધારાસભ્ય શંભુજી ઠાકોરના હસ્તે કરવામા આવ્યો હતો.ઇસનપુર મોટા ગામમા આવેલી સાર્વજનિક હોસ્પિટલ આસપાસના ગામડા અને જિલ્લા માટે આશીર્વાદ સમાન છે. છેલ્લા 35 વર્ષથી અહિંયા દર્દીઓને સારવાર આપવામા આવી રહી છે. ત્યારે દર્દીઓની સંખ્યામા સતત વધારો થતા સુવિધાઓમા પણ વધારો કરવામા આવી રહ્યો છે.
ત્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર દ્વારા તેમની ગ્રાન્ટમાંથી 12.50 લાખ રૂપિયા ફાળવવામા આવ્યા હતા. જે રકમમાંથી નવુ અદ્યતન ઓપરેશન થિયેટર બનાવવામા આવ્યુ છે. જેમા પથરી સહિતના રોગોનુ નિદાન કરવામા સરળતા રહેશે. ઓપરેશન થિયેટરનો આજે શુભારંભ કરાયો હતો. જેમા શંભુજી ઠાકોર, સંસ્થાના મંત્રી અને પૂર્વ જિલ્લા સદસ્ય રમેશભાઇ પટેલ, સુપ્રિટેન્ડેન્ટ ડૉ. દર્શકભાઇ પ્રજાપતિ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.