તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પીરાણામાં 20 ઓકિસજન બેડ સાથે કોવિડ કેર સેન્ટરનો આરંભ

વહેલાલ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહના હસ્તે સેન્ટરને ખૂલ્લું મૂકાયું
 • 500 બેડ સુધી વિસ્તારવાનું આયોજન , આર.એસ.એસ.નું સેવાકાર્ય મિશાલ કાયમ કરશે : જાડેજા

દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલની ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સમક્ષ રજૂઆતથી પીરાણા પ્રેરણા પીઠ ખાતે 20 ઓક્સિજન બેડ સાથેની કોવિડ કેર સેન્ટરનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઓપનિંગ કર્યું હતુ.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યુ કે સમાજના સેવાભાવી સંગઠનોમાં અપ્રતિમ સામર્થ્ય રહેલું હોય છે અને આ સેવાભાવી સંગઠનોના સામર્થ્યનો સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય તો તેના સુંદર પરિણામો પ્રાપ્ત થાય છે પીરાણાના આચાર્ય કરસનદાસજી મહારાજ આરોગ્યધામ દ્વારા શરુ કરાયેલા કોવીડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ રાષ્ટ્રવાદને વરેલી સંસ્થા છે અને તેની પ્રેરણાથી આરંભાયેલું આ શુભ કાર્ય પરિણામલક્ષી બનશે, જે અન્ય સેવાભાવી સંગઠનો માટે મિશાલ કાયમ કરશે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, આ આરોગ્યસેવા લોકોને ઉપયોગી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો