તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈ-લોકાર્પણ:વડોદરામાં ચાર ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરી CM રૂપાણીએ કહ્યું, ઓક્સિજનના અભાવે કોઈને જીવ ગુમાવવો ન પડે તેવી સ્થિતિ ઊભી કરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફા� - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફા�
  • વડોદરામાં 1.28 કરોડના ખર્ચે નિર્મિત ચાર ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યમંત્રી રૂપાણીએ ઈ-લોકાર્પણ કર્યું.
  • ઓક્સિજનના અભાવે રાજ્યમાં ક્યાંય કોઈને જીવ ગુમાવવો પડે નહિ તેવી સ્થિતિ ઊભી કરી છે.- CM

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28 કરોડના ખર્ચે ચાર હોસ્પિટલો માટે નિર્મિત ચાર નવા ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું. આ ચાર ઓક્સિજન પ્લાન્ટ એસ.એસ.જી. હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, વ્રજધામ કોવિડ સેન્ટર અને નરહરિ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારમાં ઉપયોગી થશે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, ગુજરાતની હોસ્પિટલોમાં ઓક્સિજનનો સતત અવિરત પુરવઠો આપી રહ્યા છીએ. ઓક્સિજનના અભાવે રાજ્યમાં ક્યાંય કોઈને જીવ ગુમાવવો પડે નહિ તેવી સ્થિતિ ઊભી કરી છે.

કોરોનાની ત્રીજી લહેર માટે સરકારે તૈયારી આરંભી
તેમણે આ લોકાર્પણ દરમિયાન કહ્યું કે, સરકાર માર્ચ મહિનાથી જ કોરોનાની બીજી લહેર સામે લડવા કામે લાગી ગઈ હતી. બે મહિનામાં હોસ્પિટલમાં એક લાખ બેડ,1100 ટન ઓક્સિજન સપ્લાય, 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન અને અન્ય આવશ્યક દવાઓની આપૂર્તિ માટે સરકારના પરિણામલક્ષી પ્રયત્નો ફળીભૂત થયા છે. વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે સજજતાની પણ રાજ્ય સરકાર પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. આવતીકાલે સોમવારે રાજ્યના ટાસ્ક ફોર્સના તબીબો વૈજ્ઞાનિકો બાયોટેકનોલોજીના તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓ સાથે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકનું તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાના કપરા કાળમાં સામાજીક-ધાર્મિક સંસ્થાઓ આગળ આવી
તેમણે કહ્યું કે, કપરા કાળમાં ગુજરાતની અનેક સામાજીક-ધાર્મિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીજનોએ આગળ આવી સરકાર સાથે ખભે ખભા મિલાવી કામ કર્યું છે. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશને ગુજરાતમાં 18 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાનો સંકલ્પ કરી જનસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્યો માટે પ્રેરણા રૂપ બન્યા છે. તેમણે ઉમેર્યું કે, કોરોના જેવી મહામારી સદીમાં એક વાર આવતી હોય છે રાજ્ય સરકારે છેલ્લા બે મહિનાથી બધા જ સંસાધનો કોરોના સામે લડવાની એક જ દિશામાં કેંદ્રિત કર્યા છે. આવી કપરી સ્થિતિમાં હતાશ- નિરાશ થયા વગર સૌ સંગઠિત થઈ સામૂહિક લડાઈ લડે ત્યારે વિજયની શક્યતા વધી જતી હોય છે.

વડોદરામાં ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ
આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના પ્રણેતા વ્રજરાજકુમારજી ગોસ્વામીએ કહ્યું કે, વિજય રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકાર જનતાની સુરક્ષા માટે દિન રાત જહેમત ઉઠાવી રહી છે અને વહીવટીતંત્ર પણ પૂરી સંવેદનશીલતા સાથે કામ કરી રહ્યું છે. આ પ્રસંગે વડોદરા મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજન ભટ્ટ, ભાજપ અધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, ડો. વિજય શાહ, ધારાસભ્ય જીતુભાઇ સુખડિયા, શ્રીમતિ સિમાબેન, અલ્પેશ લીમ્બાચીયા, નાયબ મેયર નંદાબેન જોશી, સ્ટે. કમિટિ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, ઓ.એસ.ડી. વિનોદ રાવ, કલેકટર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર સમશેરસિંહ, મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ, દાતા શ્રેયાંશ શાહ, ડો. દર્શન બેંકર અને વી.વાય.ઓ.ના કાર્યકરો જોડાયા હતા.