કાર્યવાહી હાથ ધરાઈ:ઉવારસદ દિવ્ય ફાર્મમાં લેતીદેતીમાં મારામારી, સામસામે ફરિયાદ થઈ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઉવારસદ ગામમા આવેલા દિવ્ય ફાર્મમા બપોરના સમયે લેતીદેતીના હિસાબ માટે મિટિંગ કરાઈ હતી. જેમા ફાર્મના માલિકને વાવોલમા આવેલી જમીનનો દસ્તાવેજ ખોટો કરાયો છે તે બાબતે ગાળાગાળી કર્યા પછી મારામારી કરાઈ હતી. આ બનાવને પગલે 6 લોકો સામે સામસામે અડાલજ પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવી હતી.

કેયુર હર્ષદભાઇ પટેલ દલાલીનો ધંધો કરે છે. ત્યારે બપોરના સમયે ફાર્મમા પિતા સાથે હાજર હતા. તે સમયે ધર્મેન્દ્રભાઇ ભરતભાઇ પટેલ (અમદાવાદ) દક્ષ પરમાર સાથે વાતચિત કરતા હતા. તે સમયે બંને લોકો તેના પિતાને કહેવા લાગ્યા હતા કે, ઉવારસદ વાવોલ રોડ ઉપર આવેલી જમીનનો ખોટો દસ્તાવેજ કર્યો છે કહીને ગાળાગાળી કરવા લાગ્યા હતા. જમીનનો કબ્જો અમને નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે પિતા પુત્રને મારમારી ફરાર થઇ ગયા હતા. જેમા પુત્રએ મારામારી કરનાર બંને લોકો સામે અડાલજ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.બીજી તરફ જમીન લે વેચનો ધંધો કરતા ધર્મેન્દ્રભાઇ ભરતભાઇ પટેલ (પુષ્પક પ્લેટિનિયમ, આંબલી, અમદાવાદ)એ ફરિયાદ નોંધાવી હતી કે, મારા મોબાઇલ ઉપર કેયુરની ઓફિસે નાણાંની લેવડદેવડ બાબતે વાત કરવા જવાનુ છે.

ત્યારબાદ પોતે ભાગીદાર દક્ષ પરમાર, ડ્રાઇવર મૌસીન કુરેશી કાર લઇને ઉવારસદ દિવ્ય ફાર્મમા આવ્યા હતા. તે સમયે કેયુર પટેલ અને તેના પિતા હર્ષદ પટેલ હાજર હતા. જ્યાં દક્ષ પરમારને ફોન આવતા રૂમમાથી બહાર નિકળ્યો હતો. તે જ સમયે પિતા પુત્રએ માર માર્યો હતો. જેમા દક્ષ પરમારને અને મૌસીન બચાવવા આવતા તેમને પણ માર માર્યો હતો. આ ઘટનાને પગલે જમીન દલાલે અડાલજ પોલીસ મથકમા પિતા પુત્ર અને અન્ય બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...