સમૂહ લગ્નનું આયોજન:ઉનાવામાં માતા-પિતા વિનાનાં 21 નવયુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર તાલુકા ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

ગાંધીનગર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અખાત્રીજના દિવસે માતા-પિતા વિનાના ગરીબ યુવક-યુવતીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ઉનાવા ખાતે અખાત્રીજના દિવસે યોજાયેલા સમૂહ લગ્નમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, ભાજપના મહામંત્રી રજની પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા.

આ પ્રસંગે ઠાકોર સમાજના આગેવાન અને સમાજસેવી રાકેશભાઈ ગજેન્દ્રસિંહ ઠાકેરે કહ્યું હતું કે,‘ નવપરણિત દંપતિને તેમના નવા લગ્ન જીવનમાં ઉપયોગી થાય એ હેતુથી તિજોરી, સોફાસેટ, પલંગ, રસોઈ કીટ, મંગળસૂત્ર સહિતના પાંચથી વધુ દાગીના સહિત 70થી વધુ જુદી-જુદી ચીજવસ્તુઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...