તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ગાંધીનગરમાં અઢીથી ત્રણ મહિનામાં ઈ-બાઈક દોડતાં થઈ જશે, નવા-જૂના વિસ્તારોમાં કુલ 80 સ્ટેન્ડ બનશે

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં ચાલતાં ઈ-બાઈક પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
અમદાવાદમાં ચાલતાં ઈ-બાઈક પ્રતિકાત્મક તસવીર.
  • 1 મિનિટનું ભાડું 1 રૂપિયો રહેવાની શક્યતા, ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ

પાટનગર ગાંધીનગરમાં સાઈકલની જેમ હવે નજીવા ભાડાથી સીંગલ રાઇડર ઇલેક્ટ્રિક બાઇક દોડતા થશે. સ્માર્ટ સિટી અંતર્ગત આ યોજના માટે ટેન્ડરની પ્રક્રિયા થઈ ગઈ છે, જેમાં અઢીથી ત્રણ મહિનામાં શહેરમાં ઇ-બાઇક દોડતા થઈ જાય તેમ છે. ઇ-બાઇકનું એક મિનિટ માટે 1 રૂપિયો ભાડું રહેવાની શક્યતા છે.

ઈ-બાઈક માટે શહેરમાં કુલ 80 જેટલા સ્ટેન્ડ ઊભા કરાશે, જેમાં ઈ-બાઈક અને સાઈકલ બંને રખાશે. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA) દ્વારા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો હતો, જેના ઓપરેશનલ અને ટેન્ડરની મુદત પૂરી થઈ રહી છે. ત્યારે હવે ગાંધીનગરમાં પણ સાઈકલ શેરિંગની જેમ ઈલેક્ટ્રિક સાયકલ પ્રોજેક્ટ ચલાવાશે. જે માટે એજન્સીને વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, હવે એજન્સી દ્વારા શહેરના જુના-નવા વિસ્તારોમાં જરૂરિયાતનો અંદાજ લગાવીને નાના-મોટા 80 સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે. લોકોની જરૂરિયાત જાણવા માટે એજન્સી દ્વારા પહેલાં સરવે કરવામાં આવશે, જેના આધારે સ્ટેન્ડ ઉભા કરાશે. 2016માં ગુડા દ્વારા પણ જી-બાઈ શેરિંગ પ્રોજેક્ટના અમલ પહેલાં સરવે કર્યો હતો.

સમગ્ર પ્રોજેક્ટમાં પબ્લિક બાઈક શેરિંગ પ્રોજેક્ટ માટે ત્રણવાર ટેન્ડર પ્રક્રિયા કરી હતી. જેમાં પ્રથમવાર એકપણ બીડ આવ્યું ન હતું, બીજીવાર ટેન્ડર સમયે સિમાંકન થતાં નવો વિસ્તાર ઉમેરવા ટેન્ડર પરત ખેંચાયું હતું. ત્રીજીવારમાં એક જ એજન્સી આવી હતી, જેથી ટેન્ડરના બદલે અમદાવાદની જેમ એક્ષ્પ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ બેઝની સિસ્ટમ અપનાવાઈ છે.

કોર્પોરેશનને કોઈ ખર્ચ નહીં થાય, પ્રદૂષણ ઘટશે!
મળેલી માહિતી મુજબ સમગ્ર પ્રોજેક્ટમાં કોર્પોરેશનને એકપણ રૂપિયો ખર્ચ નહીં થાય. સ્ટેન્ડ ઉભા કરવાથી લઈને ઈ-બાઈક લાવવા સહિતનો તમામ ખર્ચ એજન્સી કરશે. ભાડાની આવક અને ઇ બાઇક તથા જી બાઇક પર જાહેરાત મુકીને થનારી આવક કોન્ટ્રાક્ટરને મળશે. ત્યારબાદ નિયત કરીને ચોક્કસ રકમ મહાપાલિકાને મળે તેવી શરત મુકાશે તેવી કહેવાય છે. જોકે સમગ્ર પ્રોજેક્ટમાં મહાનગરપાલિકાનો ઇરાદો આવક મેળવવાનો નથી પરંતુ શહેરમાં પ્રદૂષણ રોકવાનો છે.

એક સ્ટેન્ડથી લઈ બીજા સ્ટેન્ડે મુકી શકાશે
ઈ-બાઈક પ્રોજેક્ટમાં નાગરિક કોઈપણ સ્ટેન્ડ પરથી લઈને કોઈપણ સ્ટેન્ડ પર મુકી શકાશે. દરેક સ્ટેન્ડ પર સાઈકલ અને બાઈકનો 60-40નો રેશિયો રખાશે. જોકે જરૂરિયાત અને લોકોની માંગ પ્રમાણે એજન્સી તેમાં વધારો પણ કરી શકશે.

ઈ-બાઈક શરૂ ના થાય ત્યાં સુધી જી-બાઈક ચાલુ રહેશે
ગુડા દ્વારા સંચાલિત સાઈકલ સેરિંગ પ્રોજેક્ટ જી-બાઈકનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા ઈ-બાઈકનો નવો પ્રોજેક્ટ શરૂ થાય ન થાય ત્યાં સુધી સાઈકલ સેરિંગનો પ્રોજેક્ટ ચાલુ જ રહેશે. નવા પ્રોજેક્ટમાં હાલના તબક્કે 80 સ્ટેન્ડ પર ઇ બાઇક અને જી બાઇક મળીને 900 વ્હિકલ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

અન્ય સમાચારો પણ છે...