તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભામાં વનમંત્રીની કબૂલાત:3 વર્ષમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી 24 સિંહ બીજા રાજ્યના ઝૂમાં મોકલાયા; ગીરમાં 1 વર્ષમાં ગેરકાયદે 11 લાયન શો થયા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • રાજ્યના અભયારણ્યો માટે કેન્દ્રએ 17 કરોડ આપ્યા, રાજ્યએ 9 કરોડ જ વાપર્યા
 • રાજ્યભરના જંગલમાં આગના 3 હજારથી વધુ બનાવ બન્યાં

છેલ્લા ત્રણ વર્ષમાં જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી કુલ 26 સિંહ વિવિધ ઝૂમાં આપવામાં આવ્યા છે જેમાંથી 24 સિંહ અન્ય રાજ્યોના પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે એક સિંહ ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં અને એક સિંહ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના જંગલ સફારી પાર્કમાં મોકલવામાં આવ્યા હોવાની માહિતી વન મંત્રીએ વિધાનસભામાં રજૂ કરી હતી.

જંગલમાં આગના 3 હજારથી વધુ બનાવ
વિધાનસભામાં સરકારે આપેલી માહિતી મુજબ ગીર અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારોમાં વર્ષ 2017ના એક જ વર્ષમાં ગેરકાયદે લાયન શો યોજવાના કુલ 11 બનાવ બન્યા હતા. આ ગુના બદલ વન વિભાગે આરોપીઓ સામે વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત રાજયમાં વન વિસ્તારમાં ત્રણ વર્ષમાં આગના 3056 બનાવ બન્યા હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2017-18માં સૌથી વધુ 1276 બનાવ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો