તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારું ગામ કોરોના મુક્ત ગામ:કોરોના સામેની આ લડતમાં આપણે થાકવું નથી, હારવું નથી અને નિરાશ પણ નથી થવું : મુખ્યમંત્રી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલોલ તાલુકાના આરસોડિયા ગામમાં આવેલા કોવિડ કોમ્યુનિટી સેન્ટરની મુખ્યમંત્રીએ મુલાકાત કરી
  • આરસોડિયા ગામમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં 433 જેટલા વ્યક્તિઓ શંકાસ્પદ હતાં : ડો. કુલદીપ આર્ય, કલેક્ટર

ગાંધીનગરનાં કલોલ તાલુકાના આરસોડિયા ગામ ખાતે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા કોવિડ કોમ્યુનિટી સેન્ટરની આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લઈ કોરોનાને પરાસ્ત કરવા જે જોઇશે તે કરીને, સુવિધા નહિ હોય તો ઊભી કરીને પણ કોરોના સામેનો આ જંગ જીતવાનો પ્રબળ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બીજી લહેર વખતે દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે

કોરોના સંક્રમણની બીજી લેહર પડકાર રૂપ છે, તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લેહર વખતે આપણી પાસે વેક્સિન ન હતી. તેમજ બિમારી નવી હોવાથી તેના ચોક્કસ નિદાન માટે શું કરવું તે વાતથી ડોકટરો મૂંઝવણમાં હતા. પરંતુ બીજી લહેર વખતે દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. તેમજ કોરોનાના સારવાર અને નિદાન પદ્ધતિ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે.

સેન્ટરની રૂબરૂ મુલાકાત કરીને સેન્ટરની સુવિધાની વિગતો મેળવી

કોરોના સામેની આ લડતમાં આપણે થાકવું નથી, હારવું નથી અને નિરાશ પણ નથી થવું તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, પ્રથમ કોરોનાની લહેર વખત આપણને દરરોજ 250 મેટ્રિક ટન ઓકિસજનની જરૂરિયાત હતી. પણ આજે બીજી લહેરમાં સંક્રમણ વધતા દરરોજ 1 હજાર મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ છે. તે માટે પણ રાજય સરકારે સુચારું આયોજન કર્યું છે. ઓક્સિજન હોસ્પિટલમાં ખૂટી જવાને કારણે કોરોનાના દર્દીઓના મૃત્યૃ થયા હોય તેવી કોઇ ઘટના રાજયમાં બની નથી.

કોરોના મુક્ત ગામ ચોક્કસ બનવાનું છે

ગામની સેવા સહકારી સંસ્થાના ચેરમેન રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, જે ગ્રામજનોને આ કોમ્યુનિટી કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે તેમની જમવાની વગેરે સુવિધાની જવાબદારી ગ્રામજનોની સમિતિ સાથે મળીને કરી રહી છે. આ સેન્ટર શરૂ કરવાના કારણે કોરોના પોઝિટીવના દર્દીના પરિવારજનો સંક્રમિત થતા અટકયા છે. જેથી ઘીરે ઘીરે ગામમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. અને ગામ કોરોના મુક્ત ગામ ચોક્કસ બનવાનું જ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રામજનો સાથે ચોરામાં સંવાદ કર્યા બાદ સેન્ટરની રૂબરૂ મુલાકાત કરીને સેન્ટરની સુવિધાની વિગતો મેળવી હતી.

કોરોનાને નાથવા માટેનો સર્વેશ્રેષ્ઠ ઉપાય છે ટ્રેસીંગ, ટેસ્ટીંગ અને સર્વેલન્સ

આ પ્રસંગે ગ્રામ વિકાસ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, કોરોનાની પડકાર જનક પરિસ્થિતિમાં મહાનગરોમાં કોરોના કેસ ઘટી રહ્યા છે. પરંતુ ગામડાઓમાં કોરોના કેસ ન વધે તે માટે રાજય સરકાર દ્વારા રાજયના સ્થાપના દિવસથી “મારું ગામ કોરોના મુક્ત ગામ ”નો નવીન અભિગમ રજૂ કરવામાં આવ્યો છે. કોરોનાને નાથવા માટેનો સર્વેશ્રેષ્ઠ ઉપાય છે ટ્રેસીંગ, ટેસ્ટીંગ અને સર્વેલન્સ. તેમણે કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓ ઘરે રહે તેના કરતા આ સેન્ટરમાં રહે તો ગામમાં સંક્રમણ આપો આપ ઘટશે. તેમજ જરૂરી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે.

છે

જિલ્લા કલેકટર ડો.કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, આરસોડિયા ગામમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં 433 જેટલા વ્યક્તિઓ શંકાસ્પદ માલૂમ પડયા હતા. જેમાંથી 307 વ્યક્તિઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જૈ પૈકી 97 લોકોને કોરોના પોઝિટીવ માલૂમ પડયા હતા. જેમને યોગ્ય સારવાર મળતા આજે ગામમાં માત્ર 19 વ્યક્તિ કોવિડ સેન્ટરમાં હતા. જે પૈકી આજે માત્ર આઠ કોરોનાના દર્દી આ સેન્ટરમાં સારવાર હેઠળ છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાન, કલોલ પ્રાંત અધિકારી એ.ડી.જોષી સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...