દારૂના અડ્ડાઓ પર દરોડા:બોટાદ લઠ્ઠાકાંડના પગલે ગાંધીનગરમાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસના દરોડા, બેરોકટોક દારૂનું વેચાણ થતું હોવાના વીડિયો સામે આવ્યા

ગાંધીનગર23 દિવસ પહેલા
  • ગઈકાલ રાતથી જ અડ્ડા બંધ કરી દેવાની સૂચનાઓ આપી દીધી છતાં બુટલેગરો બેફામ બન્યા

બોટાદમાં સર્જાયેલ લઠ્ઠાકાંડનાં પગલે ગાંધીના ગુજરાતમાં દારૃ બંધીનાં કડક કાયદાની પોલમપોલ ખુલી ગઈ છે. ગઈકાલે સર્જાયેલા લઠ્ઠાકાંડનાં પડઘાની ગુંજની અસરની સમગ્ર રાજયમાં પડી છે. જેનાં પગલે રાજયના પાટનગર ગાંધીનગરમાં પણ ગઈકાલ રાતથી જ પોલીસે દેશી દારૃના અડ્ડાઓ પર ધોંસ બોલાવી દઈ તાત્કાલિક અસરથી દેશી દારૃનાં અડ્ડાઓ બંધ કરી દેવાની બુટલેગરોને કડક સૂચનાઓ આપી દેવાઈ છે. જો કે તેમછતાં હજી ઘણા સ્થળોએ અંદર ખાને અડ્ડા ધમધમી રહ્યાનાં દ્રશ્યો સામે આવ્યા છે.

રાજયના પાટનગર ગાંધીનગરમાં પણ દેશી દારૃની હાટડીઓ ધમધમી રહી છે
બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 27 સુધી પહોંચી ગયો છે. જ્યારે 40 જેટલા લોકો સારવાર હેઠળ છે. હજી મૃત્યુ આંક વધી શકે તેવી આશંકા સેવાઇ રહી છે. આ લઠ્ઠાકાંડનાં પગલે રાજયમાં કહેવાતી દારૂ બંધીની પોલ ખુલી જવા પામી છે. એમાંય જ્યાંથી દારૂ બંધીના કડક કાયદાનો દાવો કરાઈ રહ્યા છે એ રાજયના પાટનગર ગાંધીનગરમાં પણ દેશી દારૃની હાટડીઓ ધમધમી રહી હોવાનું નકારી શકાય એમ નથી.

ઠેર ઠેર દરોડા પાડીને દેશી દારૃની ગેરકાયદેસર પ્રવર્તી બંધ કરાવી
છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર પોલીસ ધ્વારા ઠેર ઠેર દરોડા પાડીને દેશી દારૃની ગેરકાયદેસર પ્રવૃતિ બંધ કરાવી છૂટાછવાયા કેસો નોંધી રહી છે. પણ ગણતરીના દિવસોમાં જ દેશી દારૃની પ્રવૃતિઓ બેરોકટોક ચાલુ થઈ જાય છે એ પણ કડવું સત્ય છે. છાશવારે પ્રોહી ડ્રાઈવ દરમ્યાન બુટલેગરો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કર્યાનો દાવો કરીને સંતોષ માની લેતી હોય છે.

બુટલેગરો અંદરખાને દેશી દારૃનું છૂટથી વેચાણ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યાૉ
હવે જયારે બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે એટલે પોલીસે ગઈકાલ રાતથી જ બુટલેગરો ઉપર ધોંસ વધારી દેવામાં આવી છે. લઠ્ઠાકાંડનાં પગલે ગાંધીનગરના દેશી દારૃના અડ્ડાઓ બંધ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. જેનાં કારણે બુટલેગરોએ પણ દારૂ વેચવાની પ્રવૃતિ પર બ્રેક લગાવી દીધી છે. તેમછતાં હજી પણ ઘણા બુટલેગરો અંદર ખાને દેશી દારૃનું છૂટથી વેચાણ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં મહિલા બુટલેગર છૂટથી દેશી દારૃની પોટલીનું વેચાણ કરતા નજરે ચડી રહી છે. ગાંધીનગરમાં બેસીને સરકાર દારૂ બંધી હોવાનું રટણ કરી રહી છે એજ પાટનગરમાં બુટલેગરો સરકારના કાયદાઓનું ચીરહરણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...