તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેક્ટરી-માલિકની હત્યાનો લાઈવ વીડિયો:ગાંધીનગરના દહેગામમાં પરપ્રાંતીય મજૂર માલિક પર તૂટી પડ્યો, એક પછી એક પાઇપના 37 ફટકા મારી ઢીમ ઢાળી દીધું

ગાંધીનગર15 દિવસ પહેલા
મજૂરે માલિક પર હુમલો કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
  • માલિક બચવા માટે કણસતા રહ્યા, પણ ઝનૂની મજૂર એક પછી એક પ્રહાર કરતો રહ્યો
  • આરોપી મૃતકના ખિસ્સામાં કંઇક શોધી રહ્યો હતો અને પાઇપના ફટકા મારતો રહેતો હતો
  • 15 દિવસ પહેલાં જ આરોપી મજૂર ફેક્ટરીમાં નોકરી કરવા આવ્યો હતો

ગાંધીનગરના દહેગામમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. એક 20 વર્ષીય પરપ્રાંતીય મજૂર ફેક્ટરીના માલિક પર પાઇપ લઇને તૂટી પડ્યો હતો. આરોપી મજૂર પર કોઇ ઝનૂન ચડ્યું હોય એમ એક પછી એક 37 જેટલા ફટકા માલિકના માથા અને શરીરના ભાગે માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થતાં પીડિત ગૌતમ પટેલનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ ઉપયોગમાં લેવાયેલી પાઇપ ત્યાં જ ફેંકી મજૂર ભાગી ગયો હતો. પહેલા 13 ફટકા માર્યા બાદ તે પરત આવ્યો હતો અને શેઠનું ઢીમ ઢાળી દીધું હોવા છતાં વારંવાર તેમના પર વધુ 24 ઘા માર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે સીસીટીવીના આધારે હત્યાના ગુનામાં તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

પાંચેક મિનિટમાં 37 ફટકા મારી હત્યા કરાઈ
દહેગામ ફેક્ટરી માલિકની કરપીણ હત્યાનો એક વીડિયો વાઈરલ થયા પછી વધુ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં પર પ્રાંતીય યુવકની બર્બરતા જોઈ સામાન્ય દિલનો માણસ ધ્રૂજી ઉઠશે. પોતાના શેઠને માથામાં લોખંડની પાઈપનાં 13 ફટકા માર્યા પછી પણ નોકરને સંતોષ વળ્યો ન હતો. થોડી વારમાં ફરી પાછો ફેકટરીના યુનિટમાં આવીને પેહલા લાઈટો બંધ કરી દે છે. બાદમાં પાઈપ લઇને ફરીવાર ઉપરા છાપરી ગૌતમભાઈને માથામાં ફટકા મારવા લાગે છે. શેઠનું ઢીમ ઢાળી દીધું હોવા છતાં અખિલેશ વારંવાર તેમના પર વધુ 24 ઘા મારતો રહે છે. જાણે કોઈ બાબતની ખુન્નસ કાઢતો હોય. અને વચ્ચે વચ્ચે મૃતકના ખિસ્સા પણ ફેંદી રહ્યો હોય છે. વાઈરલ થયેલા બીજા વીડિયોમાં નોકર કોઈ વસ્તુ શોધતો રહેતો હોય છે અને તે નહીં મળી આવતા ગુસ્સામાં વારંવાર શેઠના ઉપર ઘા કરતો રહે છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

અખિલેશ પાઇપ લઈને ફેક્ટરી માલિક પર તૂટી પડ્યો હતો.
અખિલેશ પાઇપ લઈને ફેક્ટરી માલિક પર તૂટી પડ્યો હતો.

20 વર્ષીય યુવાન પરિવાર સાથે ફેક્ટરીમાં રહેતો હતો
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં રહેતા 50 વર્ષીય ગૌતમ પટેલ દહેગામ જીઆઇડીસી ખાતે શ્રી હરિ પાઇપ ફેક્ટરી ધરાવે છે, જેનું સંચાલન તેમના અન્ય બે ભાઈ પણ કરી રહ્યા છે, જેથી રાત્રિ દરમિયાન ત્રણેય ભાઈમાંથી કોઇ એક ભાઈ ફેકટરીમાં રાત્રે રોકાતા હતા. આશરે 15 દિવસ પહેલાં 20 વર્ષીય અખિલેશ નામનો પરપ્રાંતીય યુવાન પત્ની અને નાની બાળકી સાથે ફેક્ટરી પર આવ્યો હતો અને નોકરી કરવા લાગ્યો હતો. આ યુવકને ફેક્ટરીમાં જ રહેવા માટે જગ્યા આપી હતી.

અમદાવાદમાં રહેતા 50 વર્ષીય ગૌતમ પટેલ રાત્રે ફેક્ટરીએ આવ્યા હતા.
અમદાવાદમાં રહેતા 50 વર્ષીય ગૌતમ પટેલ રાત્રે ફેક્ટરીએ આવ્યા હતા.

ગઇકાલે ગૌતમ પટેલ રાત્રે રોકાયા હતા
ગૌતમભાઈ અને તેમના અન્ય બે ભાઈઓ રાત્રે ફેક્ટરીમાં રોકાતા હતા. ગઇકાલે ગૌતમભાઈ ફેક્ટરી પર રાત્રે રોકાવા માટે આવ્યા હતા અને રાબેતા મુજબ ફેક્ટરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા, જે ફેક્ટરીમાં લાગેલા સીસીટીવીમાં જોઇ શકાય છે. ગૌતમભાઈ નિરીક્ષણ કરી રહ્યા હતા એ સમયે અખિલેશ ત્યાં આવ્યો હતો અને તેઓ કંઇ સમજે એ પહેલા જ તેણે માથા પર પાઈપ ફટકારી હતી, જેથી ગૌતમભાઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા.

આરોપી અખિલેશ સીસીટીવીમાં કેદ થયો હતો.
આરોપી અખિલેશ સીસીટીવીમાં કેદ થયો હતો.

અખિલેશ પાઇપ લઇને તૂટી પડ્યો હતો
ગૌતમ પટેલ જમીન પર ફસડાઈ પડ્યા પછી પણ અખિલેશ એ હદે ઝનૂની થઇ ગયો હતો કે એક પછી એક પાઇપના ફટકા મારવા લાગ્યો હતો. ગૌતમભાઈની હત્યા નીપજાવી અખિલેશ પત્ની અને બાળકીને લઇને ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. બનાવની જાણ થતાં દહેગામ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. કે રાઠોડ સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર શરૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...