તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એડમિશન પ્રક્રિયા:નર્સિંગ અને ફિઝિયોથેરપીમાં બીજા રાઉન્ડમાં 13244 બેઠકો પર પ્રવેશ ફાળવાયો, 17897 વિદ્યાર્થીએ એડમિશન રાઉન્ડમાં ભાગ ના લીધો

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતિકાત્મક ફોટો
 • પ્રથમ રાઉન્ડમાં 18457 બેઠકો સામે 15434 બેઠકોની ફાળવણી થયા બાદ 3023 બેઠકો ખાલી રહી હતી
 • પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલા સીટ એલોટમેન્ટમાં 13244 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે જ્યારે હજુ પણ 9963 બેઠકો ખાલી

નર્સિંગ, ફિઝિયોથેરપી અને અન્ય અભ્યાસક્રમોમાં કુલ 33615 સીટો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પહેલા રાઉન્ડ બાદ બીજા રાઉન્ડમાં 23207 સીટો પર પ્રવેશ પ્રક્રિયા કરાઇ હતી, જેમાંથી 9 હજાર સીટો ખાલી રહી છે. પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ 14 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન ફી ભરવાની રહેશે. મેરિટ લિસ્ટમાં સમાવેશ પામેલા 15718 ઉમેદવારોએ બીજા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કર્યું હતું. જ્યારે કે 17897 એ ચોઇસ ફિલિંગની કાર્યવાહીમાં ભાગ જ લીધો ન હતો. એકંદરે બે રાઉન્ડ બાદ 9963 સીટો ખાલી રહી છે.

સીટ એલોટમેન્ટમાં 23207 બેઠકો સામે 13244 બેઠકો પર પ્રવેશ ફાળવાયો
પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલા સીટ એલોટમેન્ટમાં 23207 બેઠકો સામે 13244 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે જ્યારે હજુ પણ 9963 બેઠકો ખાલી રહી છે. જેમાં ઓક્ઝલરી નર્સિંગની 2092, ઓર્થોટિક્સની 192, બીએસસી નર્સિંગની 1809 તથા જનરલ નર્સિંગની 2104 અને સૌથી વધુ ફીઝિયોથેરાપીની 3766 બેઠકો ખાલી રહી છે. ખાલી રહેલી તમામ બેઠકો ખાનગી કોલેજોની જ છે .સરકારી કોલેજની એક પણ બેઠક ખાલી નથી. સરકારી કોલેજોમાં 2678 પ્રવેશ ફાળવાયા છે અને ખાનગી કોલેજોમાં 10566 પ્રવેશ થયા છે.ફાળવાયેલ 13244 પ્રવેશમાં ઓક્ઝલરી નર્સિંગમાં 2302, બીએનવાયએસ 30, ઓર્થોટિક્સમાં 96, ઓક્યુપેશનલ થેરાપીમાં 12, ઓપ્ટોમેટ્રીમાં 12, ફીઝિયોથેરાપીમાં 1508,બીએસસી નર્સિંગમાં 3812 તથા જનરલ નર્સિંગમાં 5472 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.

બીજા રાઉન્ડમાં જુની અને નવી સહિત 37 કોલેજોની બેઠકો ન ઉમેરાઈ
નર્સિંગ અને ફીઝિયોથેરાપીની 55 કોલેજોની રીન્યુઅલ પરમિશન ન આવતા પ્રથમ રાઉન્ડમાં ઉમેરાઈ ન હતી .જ્યારે બીજા રાઉન્ડ પહેલા 50 કોલેજની મંજૂરી આવી ગઈ છે અને જુની કોલેજોમાંથી હજુ પણ 5 કોલેજની મંજૂરી બાકી હોવાથી બીજા રાઉન્ડમાં સમાવવામા આવી નથી. જ્યારે નવી મંજૂર થયેલી 66 નર્સિંગ કોલેજોમાંથી 34 કોલેજોના ડોક્યુમેન્ટ સમિતિ પાસે આવી જતા 34 કોલેજો જ બીજા રાઉન્ડમાં ઉમેરાઈહતી અને 32 કોલેજો બીજા રાઉન્ડની ફાળવણીમાં ઉમેરાઈ ન હતી.આમ હજુ 37 કોલેજો બેઠક ફાળવણીમાથી બાકાત છે.

વધુ 14 કોલેજને મંજૂરી સાથે આ વર્ષે 66 નવી નર્સિંગ કોલેજ મંજૂર
કોરોનામાં નર્સિંગ સ્ટાફની ડિમાન્ડ વધતા આ વર્ષે નવી અનેક નર્સિંગ કોલેજો મંજૂર થઈ છે. અરજી કરનારી સંસ્થાઓમાંથી કુલ 66 સંસ્થાઓને નવી કોલેજ માટે મંજૂરી અપાઈ છે. નર્સિગમાં પ્રથમ તબક્કામાં નવી 45 અને ત્યારબાદ 7 અને છેલ્લે વધુ 14 કોલેજને મંજૂરી અપાઈ છે. આમ કુલ 66 નવી નર્સિંગ કોલેજોને મંજૂરી મળી છે. જેમાં ઓક્ઝલરી નર્સિંગની 19 કોલેજોની 400 બેઠકો છે,બીએસસી નર્સિંગની 29 કોલેજોની 1090 બેઠકો છે અને જનરલ નર્સિંગની 18 કોલેજોની 660 બેઠકો છે. કુલ 66 નવી કોલેજો સાથે નર્સિંગમા આ વર્ષે 2150 બેઠકો વધી છે.જ્યારે પેરામેડિકલમાં કોલેજો વધીને હવે 553 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો