કોરોના સંક્રમણ:જુલાઇ માસમાં કોરોનાથી 1438 લોકો સંક્રમિત, જ્યારે 1100 દર્દી સાજા થયા

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસીના પ્રિકોઝન ડોઝની કામગીરી ચાલી રહી છે. - Divya Bhaskar
રસીના પ્રિકોઝન ડોઝની કામગીરી ચાલી રહી છે.
  • ગત જુલાઇ, 2021 માસમાં 27 સંક્રમિતની સામે 61 સાજા અને 3 દર્દીનાં મોત નીપજ્યાં હતાં

કોરોનાની ચોથી લહેરે જુલાઇ માસને ગમરોળ્યું હોય તેમ 1438 લોકો સંક્રમિત થયા તેની સામે 1100 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે માત્ર એક જ દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે તેની સરખામણીમાં ગત જુલાઇ--2021માં 27 દર્દીઓ સંક્રમિતની સામે 61 દર્દીઓ સાજા થયા અને ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

ગત વર્ષ-2020થી શરૂ થયેલો કોરોનાની દરેક લહેરમાં તેની તીવ્રતા ઘટી રહી છે. જેમાં પ્રથમ લહેર કરતા બીજી લહેર વધારે ગંભીર રહી હતી. જેને પરિણામે પ્રથમ લહેર ગત તારીખ 21મી, માર્ચ-2020થી 15મી, માર્ચ-2021 સુધી 8089 લોકો સંક્રમિત તો 7090 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે સારવાર દરમિયાન 592 દર્દીઓના મોત નિપજ્યા હતા.

જ્યારે બીજી લહેર ગત તારીખ 16મી, માર્ચ-2021થી 31મી, મે-2021 સુધીમાં કોરોનાથી 11224 લોકો સંક્રમિતની સામે 10261 દર્દીઓ સાજા થયા હતા. પરંતુ સારવાર દરમિયાન 1390 દર્દીઓના મોત નિપજ્યા હતા. આથી કોરોનાની બીજી લહેર લોકોને હચમચાવનાર બની રહી હતી. ત્રીજી લહેર તારીખ 30મી, ડિસેમ્બર-2021થી તારીખ 17મી, ફેબ્રુઆરી-2022 સુધીમાં 13043 સંક્રમિતની સામે 8378 લોકો સાજા થયા હતા. પરંતુ સારવાર દરમિયાન 16 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

ચોથી લહેર હાલમાં ચાલી રહી હોવાથી ગત તારીખ 30મી, જૂન-2022થી શરૂ થતાં અત્યાર સુધીમાં 1721 લોકો સંક્રમિતની સામે 1417 દર્દીઓ સાજા થયા છે. જ્યારે સારવાર દરમિયાન એક દર્દીનું મોત નિપજ્યું છે. જોકે હાલમાં લોકો માસ્ક પહેરતા નથી, મેળાવડામાં ભેગા થઇ રહ્યા છે. તેમ છતાં સંક્રમણનું પ્રમાણ એકથી ત્રણ લહેરની સરખામણીમાં ઓછું રહ્યું છે.

જોકે ગત જુલાઇ-2022 માસમાં જ કોરોનાના 1438 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 1100 લોકો સાજા થયા છે. પરંતુ એક જ દર્દીનું મોત નિપજ્યું છે. જોકે ગત જુલાઇ-2021 માસમાં કોરોનાનું સંક્રમણ મંદ રહેતા 27 કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 62 દર્દીઓ સાજા અને ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...