દારૂ ઝડપાયો:ચૂંટણી પહેલાના એક મહિનામાં રૂ. 11.45 કરોડનો દારૂ ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દારૂ, રોકડની હેરફેર અટકાવવા 132 બોર્ડર ચેકપોસ્ટ કરાઈ
  • મતવિસ્તાર દીઠ 3 મળી કુલ 546 ફ્લાઇંગ સ્ક્વોડ કાર્યરત

ગુજરાતમાં ગુરૂવારથી આચાર સંહિતા અમલી બની ગઇ છે અને રાજ્યમાં હવે દારૂ ઘુસાડવાથી લઇને વેચવા સહિતની તમામ પ્રવૃત્તિ સામે ચૂંટણી પંચ કડક કામગીરી કરશે. ચૂંટણી જાહેર થઇ તે પહેલાના એક મહિનામાં એટલે કે 27 સપ્ટેમ્બર પછીના સમયગાળામાં નશાબંધીના 18,943 કેસો દાખલ કરીને 11.41 કરોડના દેશી- વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કેસમાં 15,271 આરોપી પકડવામાં આવ્યા છે. સીઆરપીસી અને અન્ય ધારા હેઠળ 42,241 ઇસમોની અટકાયત કરાઇ છે.

ચૂંટણી પંચના નોડેલ પોલીસ ઓફિસર નરસિમ્હા કોમરે કહ્યું કે આચારસંહિતાના અમલીકરણ માટે મતવિસ્તાર દીઠ 3 મળી કુલ 546 સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. આ સાથે ચૂંટણી દરમિયાન દારૂ, ડ્રગ્સ, રોકડ કે હથિયાર ઘુસાડવામાં ન આવે તે માટે બોર્ડર પર 132 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.

નાગરિકોએ રોકડ સાથે પુરાવા પણ રાખવા પડશે
ચૂંટણી દરમિયાન રોકડની હેરફેરમાં નાગરિકોને મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રખાશે. અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ કહ્યું કે નાગરકો માટે રોકડ રકમની કોઇ મર્યાદા નથી. તેઓ ગમે તેટલી રોકડ રકમ લઇને ફરી શકશે પરંતુ તે રકમ અંગે પુરાવા સાથે ખુલાસો કરવાનો રહેશે. ચૂંટણી સાથે સંકળાયેલા ઉમેદવારો કે કાર્યકરો 50 હજારની રોકડ રાખી શકશે.

અન્ય સમાચારો પણ છે...