ગાંધીનગર આરટીઓ કચેરીમા પસંદગીના નંબરની મબલખ આવક થાય છે. ત્યારે એક તરફ લોકો મોંઘવારીમાં બરાડા પાડી રહ્યા છે. તેવા સમયે ગાંધીનગર આરટીઓ કચેરીમા પસંદગીના નંબર મેળવનાર 412 વાહન માલિકોએ 74.88 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. જેમા સૌથી વધુ બોલી 9 નંબર માટે લાગી હતી.
ગાંધીનગર આરટીઓ કચેરીમા ફોર વ્હીલર અને ટુ વ્હીલરની નવી સીરીજ માટે ઓનલાઇન હરાજી કરાઈ હતી. રાજ્યમા જીજે 18 પાસિગનુ મહત્વ વધારે છે. પરિણામે અનેક લોકો વાહન ગાંધીનગરમા પાસિંગ કરાવે છે. ત્યારે ઓનલાઇન હરાજીમા 412 લોકોએ ભાગ લીધો હતો. જેમા ફોર વ્હીલરમા 338 અને ટુ વ્હીલરમા 74 વાહન માલીકોએ પસંદગીના નંબર મેળવવા રસ બતાવ્યો હતો.
જેમા આરટીઓને ફોર વ્હીલરમાંથી 72.77 લાખ અને ટુ વ્હીલરમા 74 વાહન માલિકોએ ભાગ લીધો હતો, જેમાથી 2.11 લાખ આવક થઇ હતી. જોકે હરાજીમા ભાગ લીધા પછી કેટલા વાહન માલીક રકમ ભરે છે, હવે પછી બહાર આવશે.
ગાંધીનગર આરટીઓમા ગત 24 ઓક્ટોબર 21ના રોજ બીક્યુ સીરીજની હરાજી થઇ હતી. જેમા 1 નંબર માટે 25 લાખની બોલી લાગી હતી. જોકે, પછીથી વાહન માલીકે રકમ નહિ ભરતા તેણે ભરેલી 40 હજારની રકમ જપ્ત થઇ હતી. ત્યારપછી તે નંબર અઢી લાખ રૂપિયામા ગયો હતો. જ્યારે બીઆર સીરીજમા 1 નંબરની બોલી માત્ર એક જ વ્યક્તિએ લગાવી હતી, તે નંબર તળિયાની કિંમત 40 હજારમા જ ખરીદવામાં આવ્યો હતો.
આમ ગાંધીનગર આરટીઓ કચેરીમા પસંદગીના નંબર માટે કરવામાં આવેલી હરાજીમાં નંબર માટે અનેક લોકોએ બોલી લગાવતા મબલખ આવક થઈ છે.
BQ સીરીજમા 1 નંબર માટે 25 લાખ બોલાયા હતા
ફોર વ્હીલરના નંબર | રકમ |
જીજે 18 બીઆર 0002 | 1.61 લાખ |
જીજે 18 બીઆર 0007 | 2.40 લાખ |
જીજે 18 બીઆર 0008 | 1.28 લાખ |
જીજે 18 બીઆર 0009 | 10.21 લાખ |
જીજે 18 બીઆર 0018 | 1.98 લાખ |
જીજે 18 બીઆર 0027 | 81 હજાર |
જીજે 18 બીઆર 0072 | 50 હજાર |
જીજે 18 બીઆર 0099 | 1.89 લાખ |
જીજે 18 બીઆર 0111 | 2.87 લાખ |
જીજે 18 બીઆર 0777 | 1.59 લાખ |
જીજે 18 બીઆર 0999 | 1.51 લાખ |
જીજે 18 બીઆર 1818 | 51 હજાર |
જીજે 18 બીઆર 7000 | 97 હજાર |
જીજે 18 બીઆર 7777 | 3.49 લાખ |
જીજે 18 બીઆર 9999 | 4.65 લાખ |
ટુ વ્હીલરના નંબર | |
જીજે 18 ડીએ 0111 | 8 હજાર |
જીજે 18 ડીબી 3333 | 8 હજાર |
જીજે 18 ડીપી 0001 | 8 હજાર |
જીજે 18 ડીપી 0007 | 8 હજાર |
જીજે 18 ડીપી 0009 | 25 હજાર |
જીજે 18 ડીપી 0020 | 5 હજાર |
જીજે 18 ડીપી 1111 | 8 હજાર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.