તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પશુઓને સારવાર માટે મેગા કેમ્પ અમરપુરા ખાતે યોજાયો હતો. જેમાં ગાય, ભેંસ, ઉંટ, ઘોડા, ઘેટા-બકરાં સહિતના 176 પશુઓની સારવાર કરી હતી. તેમાં મેડીસીન અને શસ્ત્રક્રિયા સહિતની સારવાર અને નિદાન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પશુપાલકોને પશુઓની સારવાર અને નિદાનનો લાભ એક જગ્યાએ મળી રહે તે માટે જિલ્લા પશુપાલન વિભાગ તેમજ કામધેનું યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મેગા પશુ સારવાર કેમ્પ જિલ્લાના માણસા તાલુકાના અમરપુરા ખાતે યોજાયો હતો. જેમાં 94 પશુઓને મેડિસીન સારવાર કરી હતી. જ્યારે 14 પશુઓને શસ્ત્રક્રિયાની સારવાર સાથે કુલ 176 પશુઓની સારવાર કરાઇ હતી. તેમાં 50 ગાયો, 38 ભેંસ, 20 ઘેટાં-બકરા, 3 ઘોડા, 65 ઉંટ સહિતના પશુઓની સારવાર કરી હતી. કેમ્પમાં 42 પશુમાં વ્યંધત્વ નિવારણની સારવાર કરી હતી. 20 ઘેટા-બકરાંને કૃમિનાશક દવા પીવડાવી અને કુત્રીમ બીજદાનની સારવાર કરી હતી. જ્યારે ઉંટમાં ઝેરબાઝના (ચકરી) તથા ચામડીના રોગના ઇન્જેક્શન તેમજ ઘોડાઓમા વિવિધ રોગની વૈજ્ઞાનિક ઢબે સારવાર કરી હતી.
કેમ્પમાં પશુ સારવાર સુદ્રઢ કરવા માટે રોગ નિદાન માટે ઝાડા, લોહી, ચામડી, બ્લડ, સ્મીયર, બ્લડ સીરમ સહિતના 44 જેટલાં નમુના લઇને પશુરોગ સંશોધન કચેરી, અમદાવાદ મોકલાયા હતા. કેમ્પમાં પશુઓને ઉપયોગી વિવિધ દવાઓ કંપનીઓ દ્વારા મફત આપવામાં આવી હતી. કેમ્પમાં ડો. અનિલ દેસાઇ દ્વારા પશુઓમાં ચાલવામાં તકલીફ કે તણછનું નિદાન પણ સ્થળ ઉપર કરીને તકલીફમાંથી પશુઓને મુક્ત કર્યા હતા. આ કેમ્પની મુલાકાતે પશુપાલન નિયામક ડો.ફાલ્ગુનીબેન ઠાકર, સંયુક્ત પશુપાલન નિયામક ડો.સી.જી.ચૌધરીએ પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હોવાનું જિલ્લા પશુપાલન અધિકારી સુરેશભાઇ પટેલે જણાવ્યું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.