વિકાસના કામોને મંજૂરી:ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટની બેઠકમાં રૂ. 24 લાખથી વધુના કામોને વહીવટી મંજૂરી અપાઇ

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેઠક જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી
  • સોલૈયા ગામ ખાતે રૂપિયા 24 લાખથી વધુ રકમના કામોને વહીવટી મંજૂરી અપાઇ

ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટની આજરોજ જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં માણસા તાલુકાના સોલૈયા ગામ ખાતે રૂપિયા 24 લાખથી વધુના પાણી સંલગ્ન વિકાસ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ જિલ્લાના રકનપુર, રાયપુર સઇજ, છત્રાલ, હાજીપુર, બાલવા, મોટી આદરજ, વાકાનેરડા, ચરાડા, વિહાર, કોઠા, સોજા, વેડા, શેરથા અને લોદરા ખાતેના પ્રગતિ હેઠળના કામો અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી. પ્રજાલક્ષી વિકાસ કામોને ઝડપી પૂર્ણ થાય તેવું સુચારું આયોજન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.

આ બેઠકમાં વાસ્મોના કાર્યપાલક ઇજનેર કે.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે વાસ્મો અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં તા. 15મી નવેમ્બર અંતિત જુદી- જુદી ગ્રામસમિતિઓની કુલ- 378 યોજનાઓ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે. જે પૈકી હાલમાં 15 યોજનાના કામો પ્રગતિમાં છે. જેમાં માણસા તાલુકામાં ૯૫, કલોલ તાલુકામાં 98, ગાંધીનગર તાલુકામાં 97 અને દહેગામ તાલુકામાં 88 મળી કુલ 378 કામો છે.

જે પૈકી માણસા તાલુકામાં 91, કલોલ તાલુકામાં 91, ગાંધીનગર તાલુકામાં 93 અને દહેગામ તાલુકામાં 88 મળી કુલ અ 363 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. 15 કામો પ્રગતિ હેઠળ છે. જેમાં માણસામાં 4, કલોલમાં 7 અને ગાંધીનગરમાં 4 કામોનો સમાવેશ થાય છે. આજે વહીવટી મંજૂરી મળેલા માણસા તાલુકાના સોલૈયા ગામ ખાતે રૂપિયા 24 લાખથી વધુ કિંમતે 1 લાખ લીટરની ક્ષમતા વાળી 12 મીટર ઉંચી પાણીની ટાંકી અને ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનનું કામ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, નિવાસી અધિક કલેકટર રીતુ સિંગ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...